________________
૨૬૩
માને છે. ખુદ સોલીસીટર અને વિદ્વાન મંડલમાં પણ મતભેદ છે, કેટલાએક વકીલ બેરીસ્ટરેએ ચુકાદાની તારીફ કરી છે, જયારે ચેડાએ કે તેની સામે વિરુદ્ધતાબી જાહેર કરી છે. આ પ્રમાણે જે ચુકાદાના સબંધમાં ખુદ સાધુ અને વિદ્વાન વર્ગમાં મતભેદ છે તે ચુકાદાના સંબંધમાં પાટણના ઓછા ભણેલા વર્ગમાં મતભેદ હોય તે માટે તેઓને કોઈ ઠપકો આપી શકે નહિ આવા મતભેદને તેથી વજન આપી શકાય નહિ આવા મતભેદપર વિશ્વાસ મેલી, તીર્થ ઉત્થાપનાના ગંભીર શાસ્ત્ર વિરૂદ્ધ ધર્મ વિરૂદ્ધ કાર્યમાં પક્ષ ઝીંપલાવે છે. અને બીજાઓને તેવા કાર્યમાં ઉશ્કેરે છે તે પક્ષ ઘણું જ જોખમ ભર્યું કામ, જવાબદારીને ખ્યાલ ભુલી જઈનેજ કરે છે એમજ કહી શકાયા અમને જાણીને આનંદ થાય છે કે આ તીર્થ ઉત્થાપન કરવાની હીલચાલ પડી ભાંગી છે, અને ચારૂપનું ઐતિહાસીક તીર્થ જયવતું રહ્યું છે.
પરિશિષ્ટ ૬૨. પાટણની કેટેને ઠરાવ.
શ્રીમંત સરકાર વી. પાટણ પહેલા વર્ગની
ફોજદારી ન્યાયાધિશી.
ફરિયાદી. મદારસીંગ ચતરસીંગ જાતે રજપુત રહેવાસી ચારૂપ તાબે પાટણ પ્રાંત કડી.
આરોપી. ૧ વાડીલાલ લલ્લુ તથા ૨ હીરાચંદ ખેમચંદ તથા ૩ ભીખાચંદ સાંકળચંદ તથા ૪ ડાહ્યાચંદ સાંકળચંદ તથા ૫ ચંદુલાલ રતનચંદ જાતે શ્રાવક વાણીયા રે. પાટણ, પ્રાંત કડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com