________________
૨૬૧
બહાર પડયો નથી, જ્યારે રા. રા. શેઠ મંગલચંદ લલ્લુભાઈ ગમે તેટલી ગાલોના વરસાદ સામે શેઠ કોટાવાળાની બાજુમાં ખડા રહ્યા હતા. જુવાનીઆઓની ટોળી પોતાના હેતુમાં નિષ્ફલ ગઈ, કારણકે તેઓને જેઓને ટેકો હતો, તે ટેકો આપનારા નબળા દિલના, ફકત વાતો કરનારા, બીજાને હથીઆર બનાવી પિતાનો હેતુ સાધનારા હતા. શેઠ કોટાવાલાને ફતેહ ભલી તેનું કારણ તેની પીઠે ખડા રહેનારા થડાઓ પણ હીમ્મતવાળા હતા. ઘણું નબળા માણસના ટેકા કરતાં એક હીમ્મતવાનને ટેકો વધારે કીમતી છે.
ચારૂપ તીથ ઉથાપના. જયારે પાટણના સંધના એક અથવા વધુ ગૃહસ્થોએ ચારૂપના દહેરાસરજીમાંથી મહાદેવનું લીંગ ફેંકી દીધું તે વખતે, તેમજ તે ફેંકી દેવાથી ઉભા થયેલા મામલાને પહોંચી વળવાને પાટણના સંઘ, પાટણમાં તેમજ મુંબઈમાં ઠરાવ કર્યો ત્યારે સઘળાઓ પાટણના તેમજ પાટણની બહારના જેનો તેમજ જૈનેતરો-એમ આગ્રહ પુર્વક માનતા હતા કે જૈનકોમ પિતાનાં પવીત્ર ધાર્મીક સ્થળો માટે હમેશાં જે ઉંડા ચાહથી અને અસાધારણ ભક્તિથી જોતી આવી છે, તે જોતાં તે પવિત્ર ધાર્મીક સ્થળની સલામતી માટે તેની પવીત્રતા ઉપર થતા હુમલાઓ અટકાવવા માટે અને ચારૂપ તીર્થ હમેશા જૈનેના અનેક પવિત્ર અમર તીર્થોમાં હમેશને માટે મુખ્ય અને આગેવાન પ્રાચીન તીર્થ તરીકે સલામત અને અખંડિત રહે તે હેતુથી જ આ બધી ધમાલ હાથ ધરવામાં આવી હતી હમેશાં જૈન તીર્થ એ સકલ જૈન સંઘની મિલક્ત છે, પછી ભલે સકલ જૈન સંઘની સગવડ ખાતર તે તીર્થની વ્યવસ્થા કોઈ એક પેટા સંઘે ઉપાડી લીધી હોય. આ પેટા સંઘ તેથી, કરીને આ તીર્થને માલીક થતો નથી અને તેની ગમે તે વ્યવસ્થા જે તે સામાન્ય જૈન સંઘને પસંદ ના હોય તો તે કરી શકે નહિ; ચારૂપ તીર્થ એ જૈન કેમના અનેક પવિત્ર પ્રાચીન તીર્થોમાંનું એક જાણીતું ઐતિહાસિક તીર્થ છે, આવા તીર્થોની હૈયાતી જૈન કોમની તવારીખ અને ઇતિહાસ પર અજવાળું પાડતી રહે છે. આ તિર્થ પાટણની નજદીક હોવાથી સમસ્ત જૈન સંઘની રજાથી આ તિર્થની દેખરેખ અને વ્યવરથા પાટણ સંઘ ઘણાં-ઘણાં વરસોથી કરતું આવ્યું છે. પણ તેથી આ તિર્થ પાટણના સંધ-કે જે સમસ્ત જૈન સંઘનો એક પેટા-સંધ ગણાય તેની માલેકીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com