________________
૨૫૪
નથી તે વખતે બીજા કોઈ હાજર નહતા તેથી પીતાંબરને તે ઇનકાર કરે તે ખોટો પાડવા સાધન નથી તેથી તે વિશે બચાવના વકીલે સવાલ કરવા યોગ્ય ધાર્યું ન હોય તે બનવા જોગ છે છતાં ફર્યાદ પક્ષના બે સાક્ષીદારેથી ચંદુલાલ ન્યાલચંદની હાજરી ગુન્હાના દહાડે નીકળી આવે છે. ( ની ૮-૫૧ ) ની. ૫૧ ને સ્પષ્ટ તેને જોયાનું લખાવે છે ની. ૮ ને બીજો એક વાણી નં. ૫ સાથે આગલે દહાડે આવ્યાનું મોધમ લખાવે છે આ સમગ્ર હકીકત કાળજીપૂર્વક લક્ષમાં લેતાં મુતિઓ ઉખેડવાનુ કામ ની. ૧૫૬ ને સાક્ષીદાર નં. ૧ ના વિવાદી વાડીલાલની સલાહથી ની. ૮ ના સાક્ષીદાર પીતાંબર પાસે કરાવ્યાનું અમે સાબીત માનીએ છીએ નંબર ૪ તેમજ નંબર ૫ ના વિવાદીએ તે કૃત્યમાં કંઈપણ ભાગ લીધાનું પુરવાર થયું નથી એવા નિર્ણય ઉપર અમો બીન આચકો ખાધે આવીએ છીએ.
૧૧ ઉપરના વિવેચન ઉપરથી મહાદેવ પાર્વતી અને ગણપતિની મુતિએ નંબર ૧ ની સલાહથી ઉખેડવામાં આવી હતી એવું જણાશે તે મુતિઓને હિંદુઓ પવિત્ર માને છે એમાં પણ વાદ નથી અને તેથી તે ઉખેડવાથી હીંદુઓની લાગણી દુખાઈ હતી એમ પણ માનવા હરકત નથી જે કે તકરારી મંદીરનો કબજે તથા વહિવટ જનોના હાથમાં છે તે વાત ગામના લોકોને રૂચતી નથી અને તે સબંધના પ્રસંગોપાત તેમના તરફથી વાંધા ઉઠાવવામાં આવેલા હતા તેથી હાલની ફાંદ જન્મ થવા પામી છે એવું માનવા કારણ મળે છે પાટણના હિંદુઓએ આ સંબંધમાં એક જાહેર સભા બોલાવેલી તેનું હસ્તપત્રક ની. ૧૫૦ માં રજુ થયું છે તેમાં મોજે ચારૂપ ગામ પંચાયતના દેવો પૈકી કેટલાક દેવેનું દુએ ઉથાપન અને ખંડન કરેલું છે એવી જે સખ્ત ભાષા વાપરેલી છે તે ઉપરથી જેનો પ્રત્યે કેવી કડવાસની લાગણી આ સંબંધમાં ઉત્પન્ન થઈ હતી તેને ભાસ થવા જે છે પછી તે ખરી અંતઃકરણની હોય કે તેના કારણો બીજા હોય તેનું નિરાકણ કરવાની આવશ્યકતા નથી, પરંતુ હિંદુઓની લાગણી દુખાઈ હતી એટલું જ સાબીત થવાથી ગુન્હો બનતો નથી. ફ. નિ. ક. ૨૫૬ જે. ઇ. પી. કો. ક. ૨૮૫ ની સામ્યતાની છે તેમાં કહેલા ગુન્હાનું મુખ્યતત્વ એ છે કે જે કૃત્યથી લાગણી દુખાઈ એમ કહેવામાં આવતું હોય તે કૃત્ય લાગણી દુખાવવાના ઈરાદાથી કરેલા તેથી લાગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com