________________
૨૫૨ અમને લાગતું નથી, અને તેથી આ મુર્તીઓ સલાટ પીતાંબરેજ બેદી કાઢેલી એવું બચાવ પક્ષનું કહેવું છે તે અમોને સંભવીત અને ભરોસાપાત્ર લાગે છે તેની સાથે વિવાદીઓની હાજરી સંબંધમાં આ સાક્ષીદારોના કહેવામાં મહત્વને તફાવત છે. જ્યારે પીતાંબર પાંચે આરોપીઓની હાજરી બતાવે છે ત્યારે સલાટ અબદુલ રહેમાનની જુબાની ઉપરથી તે નં. ૫ ની એકલાની હાજરી ગુન્હા વખતે નિકળે છે. ન, ૧ થી ૪ ના વિવાદીઓને તેણે પુનમના આગલે દહાડે અને પુનમ- * ના રોજ સવારે ૧૧-૧૧ વાગ્યાના અરસામાં જોયેલા હાલાશંકર પાંચે આરોપીઓ તે મંદીરની અંદર બે સલાટોની સાથે જતાં અને બહાર આવતાં જુએ છે તેને રોકીયાત ગોકળછ ખોટો પાડે છે. તેણે હાલા બારોટના આવતાં પહેલા મુર્તીઓ ઉખેડેલી જોઈ હતી અને તે વખતે બધા વાણીયાઓ વેરાઈ ગયા હતા એવું તે સ્પષ્ટ લખાવે છે. ટૂંકમાં સાક્ષીદારોના કહેવામાં કાંઈ મેળ પડતો નથી. સલાટ પીતાંબરની વર્તણુંક લક્ષમાં લેતાં પણ તે સત્યને સાક્ષી છે એવું અમોને લાગતું નથી. મુર્તીએ ઉખેડવા કહ્યાથી તેને બહુ છેટું લાગ્યું અને લાગણી ઉશ્કેરાઈ એવું તે કહે છે, છતાં તે સંબંધમાં ગામમાં કોઈને વાત કરતા નથી માત્ર અબદુલ રહેમાનને કહ્યું હતું એમ જણાવે છે. જો કે અબદુલ રહેમાનને તે વીશે કાંઈ સ્મરણ નથી એવું માલુમ પડે છે. ખુદ પીતાંબરના કહેવા પ્રમાણે પણ નંબર ૧-૫ ના મંદીરની અંદર ગભારામાં મુર્તીઓ ઉખેડતી વખતે હાજર હતા, તે પ્રત્યક્ષ કેણે ઉખેડી તે વિશે પણ તેણે ઘણે છબરડે કરેલો છે. એકવાર નંબર ૧ નાએ ઉખેડી એમ કહે છે ઉલટમાં નં. ૫ નાએ ઉખાડયાનું જણાવી ફેર તપાસમાં નં. ૧ નાએ ઉખેડી એવું કહે છે. નં. ૨ થી નં. ૪ નો બહાર સભા મંડપમાં હતાં. તેઓ આ કૃત્યમાં કાંઈ ભાગ લીધો હતો એવું નીકળતું નથી. તેઓ માત્ર એટલું જ બેલ્યા હતા કે ઝટ કરે, તે પ્રમાણે બોલ્યા હતા એવું તકરાર ખાતર માનવામાં આવે તે પણ તેટલાજ ઉપરથી તેમણે આ ગુન્હામાં મદદગારી કરી એવું કરી શકતું નથી, એને નીચેની ન્યાયાધીશીએ કોઈપણ વિચાર કર્યો હોય એમ જણાતું નથી. વિવાદીઓ સાથે ફર્યાદીને અગર સાક્ષીદાને અદાવત નથી તેથી તેમનું નામ શું કરવા લે એવી દલીલ સરકારી વકીલ તરફથી કરવામાં આવે છે. તથાપી નં. ૧ આરોપી મંદીરને વહીવટ કરે છે અને નંબર ૫ ને તે ગુન્હાના અરસામાં ચારૂપ રહેતો હતો તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com