________________
૨૨૩
છે, કે જેથી તેઓ ઈચ્છા થાય તે વખતે વર્ષાદ વર્ષાવી શકે અને પોતાની - સગવડ હોય ત્યારે આગ લાવી શકે અને મનુષ્યોની બુદ્ધિ, કીતિ માલેકી
આબાદી સર્વપર પિતાને કાબુ રાખી શકે, જબરી મહત્વાકાંક્ષા ! પિતેજ લવાદ નીમ્યા, ધર્મ સંબંધી તકરાર હોવા છતાં પોતાના જ ધર્મના ગૃહસ્થ લવાદ નીમ્યા, અને તે છતાં જૈન લવાદનું જજમેંટ પણ એમનું પેટ ભરાય એટલે સંતોષ આપનારૂ થઈ શક્યું નહિ ! અને આપણે કાનુની મુદામાં ઉતરીશું નહિ; કારણ કે વાંચનાર પૈકી મોટો ભાગ કાનુની ચર્ચા રહમજ વાની લાયકાત ધરાવતો હોઈ શકે નહિ. એ કામ વકીલમંડળને માટે રહેવા દઈ આપણે માણસાઈના કાયદાની કલમો તપાસીશું. રા. કોટાવાળાનો ફેંસલો જેનોને લાભકારી છે કે નહિ એ સવાલ પણ હું ઉઠાવીશ નહિ. એ સવાલને જગાજ ન મળવી જોઈએ. દુનિયામાં હમેશ જૈનોનાજ લાભમાં કેસ ઉતારવા જોઈએ એવો પદો જે કઈ દેવ પાસેથી જેને લખાવી રજુ કરતા હેય તે જ એ સવાલને જગા મળી શકે. સવાલ એ છે કે બન્ને પક્ષની સમ્મતિથી નીમાયેલા લવાદ અથવા જજના ફેંસલા વિરૂદ્ધ પિકાર કરવો અને એ બવાદ પર અંગત આક્ષેપ કરવા એ શું માણસાઈ ભયુ ગણી શકાય ? લાખો માણસમાથી જે એકને હમે પસંદ કર્યા તે શું અપ્રમાણિક કે જેના શત્ર ધારને પસંદ કર્યા હતા ? અને જે પ્રમાણિક ધારીને પસંદ કર્યા હતા તે શું એક દિવસમાં તેઓ પ્રમાણિક મટી હમારેજ માટે અપ્રમાણિક થઈ ગયા ? એક ઈજતદાર પ્રમાણિક આગેવાન શહેરીનું આવું અપમાન શું ઓછું અસહ્ય છે ? અને તે અપમાન કરનાર પણ ખુદ જૈનો જ છે એમ જહારે જાણવામાં આવે છે ત્યારે જેનોની તુછતા માટે બહુજ લાગી આવે છે અને જન સમાજની પડતીનાં માઠાં ચિ હો પ્રત્યક્ષ દેખાય છે. તેઓ એમ હમજતા લાગે છે કે આપણે પૈસા ઉડાડીને હરકોઈ માણસની ઈજ્જત લુટી શકીએ, હર કોઈ અન્યાય-ધર્મનું ઝનુન લોકોને હડાવીને-કરી શકીએ, ખાનગી વેરઝેર અને ઇર્ષાની તૃપ્તી ખાતર ધર્મને ઢાલ બનાવી શકીએ. અફસોસની વાત તે એ છે કે ખુદ જૈન સાધુઓ આ ધતિંગના નાયક બન્યા છે લવાદના ફેસલા પછી પથરાયેલી શાન્તિને ખોળી મારનાર અમુક સાધુઓ જ હતા, અને જહાં સાધુઓએ-મુક્તિના ઈજારદારોએ એમ કહ્યું કે અમુક જજમેંટ ખોટું છે
હાં પછી ગાડરીઆ લોકસમાજની ધાંધળનું પુછવું જ શું ? કાનુનનો અક્ષર પણ નહિ જાણનારા જૈન સાધુઓ કાનુની બાબતમાં માથું મારવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com