________________
૨૩૩
માટે નહિ, પણ પબાસન રીપેર કરી ત્યાં પાછી તરતજ બીરાજમાન કરવાના હેતુથી જ ખસેડી હતી. મહેસાણા કોર્ટે આજ મુદે સ્વીકારી આરોપીઓની નિષ્ઠા પ્રમાણીક ગણી તેઓને સજામાંથી મુક્ત કીધા, વારૂ, હવે જેને આપણે છત કહીએ છીએ, તે છતથીજ મામલો અટક્યો હતો, તે આપણું જન ભાઈઓને ફરી દેરાસરમાં હીંદુ મુરતીઓ બેસાડવી જ પડતે, અને તેમ કર્યા વિના છૂટકો જ નહોતે ? કારણ કે તે બચાવથી તે આપણે મહેસાણામાં જીત્યા હતા, અને કોર્ટે તે બચાવ સ્વીકારી આપણને છોડયા હતા.
વળી સ્માર્તાઓ, મહેસાણામાં આપણે આવી જે પોલી ત મેળવી તે સામે પણ વડેદરે અપીલ કરી દીધી હતી. વડોદરામાં આપણે આ બચાવ જેમ મહેસાણામાં સ્વીકારાય તેમ સ્વીકારાતે કે કેમ તે બાબતમાં ભારે ભય હતો આથી પાટણના સુજ્ઞ શ્રાવકોને વીચાર કરતાં એમ જણાયું કે વડોદરામાં જે જીતીશું તોપણ આપણું દેરાસરમાં હીંદુ મુરતીઓ તો બેસાડવી જ પડશે. તે પછી આપણે આ ખરચ આપણી આ ધમાલ જે મુદા પર થઈ, તે મુદે તો ઉડી ગયો આપણને તે હિંદુ મુરતીઓ જ જૈન મંદીરમાં જોઈતી નહોતી અને કોર્ટમાં તે ખુદ મહેતાણામાં પણ એમ કર્યું કે જેથી આપણને તે મુરતીઓ આપણા દહેરાસ- ' રમાં બેસાડવી જ પડશે, માટે બાબત લવાદપર નેમી કઈ રીતે આ હીંદુ મુરતીઓ દેરાસરમાં પાછી ન ઘુસે તેમ કરવું વળી તેઓએ વીચાર કર્યો કે સ્માર્તેએ વડેદરામાં અપીલ કરી છે, જે તેમાં સ્માતેં ફાવે, અને આપણે હારીએ તો દહેરાસરની માલેકી જે આપણી મહેસાણામાં કરી છે, તે પાછી સાર્વજનીક ઠરશે. અને બીજા હજારે રૂપીઆનો ખરચ થશે, માટે લવાદને નેમી કઈ રીતે આ હિંદુ મુરતીઓ “દહેરાસર' માં પાછી ન આવે તેમ કરવું. અને જૈન ભાઈઓને નેક જાળવ.
આવો વિચાર કરીને શામલાજીના દેહરાસરજીના વહીવટ કર્તાઓએ અને પાટણના નગરશેઠ અને જેન ન્યાતના શેઠ તથા . આગેવાનોએ શેઠ કટાવાળાને લવાદ નમ્યા, અને લવાદ તરીકે તેઓએ નેમાયા બાદ જે મુદે આપણે કોર્ટમાં ગુમાવ્યો હતો તે મુદે પાર પાડે છે, અને સદાને માટે જેન દહેરાસરમાંથી હીંદુ મુરતીઓ દુર રાખી. આ કાર્ય કેટલું મુશ્કેલ બલકે અસાધ્ય હતું એ તો પાટણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com