________________
૨૩૧
અપાયા પછી નીમી છે. અને ચારૂપના સ્માર્તાએ સતાધિકારીઓને ચારૂપ જૈન મંદીરના અંગે એક વાંધાભરેલી અરજી કરી છે એમ સંભળાય છે તો હવે પછી તેનું પરિણામ શું આવશે તે આપને જણાવીશ.
આ એક પક્ષનો લવાદના ચુકાદાના સબંધમાં મત છે; હવે આ મતમાં જે મુખ્ય વાંધાઓ છે, તેને સંતોષકારક જવાબ નીચેના બીજા ચર્ચાપત્રમાં આવે છે – જાહેર જેન પ્રજાએ જાણવી હતી કેટલીક વિગતે
જૈન-રીવ્યુ” ના અધિપતિ જોગ, સાહેબ.
ચારૂપ (પાટણ) જૈન કેસ શું છે, તે કેમ ઉભો થયો, પાટણમાં અને મહેસાણામાં આ કેસને અંગે ઝધડાઓ કેમ ઉત્પન થયા, અને બને પક્ષના આગેવાનોએ લંબાણું ખરચ કર્યા પછી, અને ભવિષ્ય અનિશ્ચિત છે એમ સમજી શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાલાને લવાદ તરીકે કેમ નમ્યા, એ બીના હવે ઈતિહાસની એક જાણીતી કથા હોવાથી તે સંબંધમાં પિષ્ટપેષણ કરવા હું અત્રે માંગતા નથી. પરંતુ આ લવાદના ચુકાદાના સબંધમાં પાટણ જૈન સંઘની મુંબઈની છેલ્લી સભા મળી હતી, તે વખતે ત્યાં આપણે કેટલાક વિદ્વાન પુજ્ય સાધુઓના અભીપ્રાય લવાદના ચુકાદાની વિરૂધ રજુ થયા હતા, જે પરથી એમ જણાય છે કે જૈન સાધુઓ અને કેટલાએક જૈન કેમના ગૃહસ્થમાં આ એવારડ કેવા સંજોગોમાં અપાયે, તે બાબત ગંભીર અજ્ઞાનતામાં રમે છે. આચાર્ય શ્રી કમલવિજયજી સુરિ પોતાના અભિપ્રાયમાં જણાવે છે કે મહેસાણા કોર્ટમાં જીત થયા પછી આ લવાદ નેમવાની જરૂર જ નહતી. આ જરૂર શું હતી, તે તેથી સમજાવવાની રહે છે. મહેસાણાની કેર્ટમાં આપણું જીત કેવી થઈ હતી?
આ બાબતમાં તેથી ખુલાસો થવાની પહેલી જરૂર છે. આપણે જે મુદા માટે લડતા હતા, તે મુદામાં મહેસાણાની કોર્ટમાં આપણી જીત થઈ હતી કે કેમ એ સવાલ મુખ્ય છે. જે કારણથી અને જે મુદાથી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com