________________
૨૩૫
ચારૂપ દેહરાસરની માલકી કુલ્લે જૈનની છે, અને મહાદેવાદિ મુરતીઓ કોઈ પૂજારીએ કોઈ વખતે દેરાસરમાં બેસાડી હશે, પણ મહાદેવની મુરતી દેહરાસરમાં હોવાથી એમ નથી કરતું કે આ દેહરાસરની માલિકી સ્માતેની છે.” આ બીના સ્પષ્ટ આકારમાં સમજાવવા જૈનો અને સ્માતેમાં ચાલતી કેટલી એક રૂઢીઓ (જે ચાલે છે, અને જે નથી ચાલતી એમ કોઈ કહેતું જ નથી) તે સંબંધમાં વીવેચન કર્યું છે. આપણે કાંઈ સેલની સદીમાં નથી, આ સદી વીસમી ચાલે છે. હા, પાટણની જેમ કામ કદાચ તેટલી હજી -પછાત હશે. પણ તેથી લવાદે પિતાને ચુકાદે તેવો આપો જોઈએ નહિ. હાલના લવાદે, તો પિતાને કોર્ટ સમજી દરેક બાબતને ખુલાસો કરીને જ એવારડ આપવો જોઈએ.
જે હીમત કેઈએ કરી નથી, તે હીમત તમારા એક ભાઈબંધ પત્રકારે કરી છે. જૈન શાશન” પત્રે પિતાની કટારમાં, આ એવારડમાંથી બે વાક્યો પિતાના વાંચનારાઓની જાણ માટે ટાંગ્યા છે કે જે વાકયો જૈન શાસનની આંખોએ જોનારાઓને વાંધા ભય દીસે છે, આ બે વાક્યો નીચે મુજબ છે –“ સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મના દેવ શ્રી પાર્શ્વનાથજી બીરાજે છે, ને દેવની (શાસનમાં ભુલથી દેવીની છપાયું છે.) પાસે શ્રી મહાદેવજી ગણપતિ વિગેરે દેવની પ્રતિમાઓ પણ બીરાજમાન છે.” શું આ વાકયમાં કાંઈ જૈન ધર્મ વિરૂધ્ધ લખાણ છે કે ? આ વાકયમાં તો રૂઢીને લગતા પણ ઇસારે નથી. આ વાક્યમાં તે દેહરાસરની કેસ પહેલાંની હલત કેવી છે, તે બાબતની સત્ય વિગતજ લખાઈ છે, શું જૈન શાસન” એમ કહે છે કે દેહરાસરમાં મહાદેવની મુર્તિ નહતી, અને તે છતાં શેઠે જણાવ્યું છે કે મુતી બીરાજમાન છે. જે તેને કહેવાની મતલબ તેવી ના હોય તે પછી આ વાકયમાં વાંધા ભર્યું ‘જૈન શાસન' શું લાગે છે, તે સમજવું અશકય થઈ પડે છે. હવે બીજું વાક્ય જે આ માનવંત પત્રના અધિપતિને વાંધા ભર્યું જણાયું છે, તે વાક્ય આ છે.'' કેટલાએક જૈને અંબિકા વિગેરે દેવીઓને પુર્ણ આસ્થાથી માને છે, અને તેમની બાધા આખડીઓ રાખે છે.” આ વાક્યના સંબંધમાં જૈન શાસન” ટીકા કરતાં જણાવે છે કે “ અજ્ઞાનતાનું ક્યાંએ ઠેકાણું છે ખરું કે” શું જૈન શાસન એમ કહેવા માગે છે કે જેમાં કેટલાએક જને એવા નથી કે જે દેવ-દેવીઓને માનતાજ નથી? શેઠ એમ નથી કહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com