________________
૨૪૧
રૂઢીઓ અને રીવાજે એ ધર્મ છે કે ? રૂઢી અને રીવા ધર્મથી તદનજ જુદી ચીજ છે એ વાત ખરી છે કે? કોઇપણ શાસ્ત્રમાં રૂટીને ધર્મ તરીકે ગણવામાં આવે છે કે ?
દેહરાસરમાં શીવની મુરતી કેમ દાખલ થઈ તે બાબત ચુકાદામાં ખુલાસો કરવા આ લખાણ-વિવેચન થયું હતું કે નહિ?
અમે આ પ્રશ્ન મહત્વના અને મુદ્દાના સમજી જાહેર જૈન સંઘ અને પાટણના જૈન સંઘના વીચાર માટે રજુ કર્યા છે. અમોએ મહેસાણું કેટે ચુકાદ અને સાક્ષીઓની જુબાની છાપેલી વાંચી છે, અને તે વાંચવાને અમે દરેકને ભલામણ કરીએ છીએ. આ ચુકાદો વાંચતાં અને તેની અંદર પડેલી જુબાનીઓ પરથી ખાત્રી થાય છે કે મહેસાણા કોઠે આપણને દંડમાંથી બચાવ્યા હતા, પણ આપણી જે મુખ્ય જરૂર હતી, તે બાબતમાં આપણને આ કોટે રાહત આપી નહોતી. આ ચુકાદા પછી આપણને દહેરાસરજીમાં શીવની મુરતી પાછી બેસાડવી જ પડતે, કારણ કે કોર્ટમાં આપણા વકીલે અને સાક્ષીઓએ તે મુજબ એકરાર કરવાથી જ આપણે દંડમાંથી છુટયા હતા, વળી આ ચુકાદા સામે વડેદરે અપીલ થઈ હતી. જૈન કોમ સારી રીતે જાણે છે કે સ્માર્લોની ત્યાં કેટલી લાગવગ છે. આ સંજોગોમાં જેમ રા. રા શેઠ કોટાવાળાને લવાદ તરીકે નમવામાં “જનોએ ખરેખરી વાણીઆ વીઘા જ વાપરી હતી અને શેઠ કોટાવાલાએ તેઓની ઈચ્છા પાર પાડી આપી, તે માટે શેડ કોટાવાળાને ધન્યવાદ ઘટે છે.
મુખ્ય સવાલ શેઠ કોટાવાલાએ ચુકાદાના કરેલા વિવેચનમાં છે. આ વિવેચન રૂટીનું છે કે ધર્મનું છે એ બાબત તકરાર ચાલી રહી છે; અમોએ “જૈનશાસન પત્ર લખેલો પહેલો લેખ વાંચ્યું છે, પણ તે લેખમાં જે વાકયો ધર્મની ટીકા તરીકે જણાવવામાં આવ્યાં છે, તે વાકે ફક્ત રૂઢીઓ” નાં જ છે, એમ અમોએ પ્રગટ કરેલા નં-૨ ચર્ચાપત્ર વાંચતાં સહેલાઈથી જણાઈ આવશે. નં.-૨ ચર્ચાપત્રી જણાવે છે કે શેઠ કોટાવાલાને તેઓ મળ્યા છે. અને તેઓની પાસે જૈન સાધુઓના મતે છે કે જે ચુકાદાને ધર્મ વિરૂધ કે તિર્થ વિરૂધ છે એમ માનવાને ના પાડે છે. આ જ ચર્ચાપત્રી જણાવે છે કે-આવા વિરૂદ્ધ મતો પ્રગટ કરવાથી સંઘમાં સાધુ સાધુઓ વચ્ચે ઝઘડો થાય તેથી જ તે પ્રગટ કરવામાં આવ્યા નહિ હોય. અમોને પણ એમજ લાગે છે, ચુકાદો વાંચતાં દરેકને સ્પષ્ટ રીતે જણાય છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com