________________
૨૨૧
ગઈ તા ૪-૩-૧૭ ના જૈન પત્રના અંકમાં શેઠ સાહેબે કરેલ એવોર્ડ' પ્રસિદ્ધ થયેલ છે તે વાંચક વર્ગે ધ્યાન દઈને વાંચી જે હશે અને જે ન વાંચ્યો હોય તે ફરીથી વાંચી લેવાની અને આપણી કોઈ રીતે વિરૂદ્ધ જાય તેવી હકીકત છે કે કેમ અગર કંઈ શાસ્ત્ર વિરૂદ્ધ લખાયું છે કે કેમ તેની ખાત્રી કરવા ભલામણ કરીએ છીએ. અમને લાગે છે કે એ એડ–ચુકાદો ઘણે કુનેહથી સંતોષકારક અને બંને પક્ષોને ન્યાય મળે તેવી રીતે કરેલો છે અને તેમાં કોઈપણ જાતની વિરૂહતા કરવી એ અમને તે અયોગ્ય અને અપ્રમાણિક લાગે છે. એવું કાંઈ નથી કે જે જૈન ધર્મથી કે જન શસ્ત્રથી વિરૂદ્ધ હોય, અને તે જે નિષ્પક્ષપાત અને ન્યાય શેઠ સાહેબે વાપર્યો છે તેને માટે તેમને ધન્યવાદ આપીએ છીએ.
સમાધાનથી સાંસારિક ઝઘડા પતાવવા એ જેટલું ઇષ્ટ છે તેના કરતાં ધાર્મિક ઝઘડા આપસમાં સુલેહ સપથી યાતે આગેવાનોના લવાદમાં પતાવી સમાવવા અને તેથી અરસ્પરસ એખલાસ વધાર એ અસંખ્યગણો ઈષ્ટ અને લાભકારક છે. જો તેમ ન થાય તે ધર્મનું એક પ્રાધાન્ય સુત્ર “મૈત્રી ભાવના પર છરી મુકાઈ પ્રભુની આજ્ઞાના ભંગનો આ૫ આપણે શિરે આવે છે. કોઈપણ ધર્મ એમ કહેતું નથી કે કલેશ કરવો. સર્વ ધર્મ કહે છે કે કલેશમાં અવનતિ છે-કલેશ પાપસ્થાનક છે તે કૃતજ્ઞ થઈ સર્વ શાંતિપ્રદ લેજનામાં દરેક જૈન બંધુ જોડાશે અને વીર પ્રભુએ પ્રરૂપેલ મિત્રીભાવના–સાર્વત્રિક બંધુભાવ સદા પ્રસારશે. જેને દેવદેવીઓને માને છે કે નહિ તથા માનવા માટે શાસ્ત્રનું પ્રમાણ છે કે નહિ તે માટે દાખલા દલીલવાળે લેખ જરૂર પડશે તે મુકવા અમે તૈયાર છીએ.
પરિશિષ્ટ પ૭ જન હિતેચ્છુ પુ. ૧૯ જુન ૧૯૧૭ પૃ ૨૭૫.
જેનેને થયેલું પૈસાનુંઅજીર્ણ. જ્યારે કોઈ ઉત્તમ સાધુ કે ગૃહસ્થ જેનેને કેળવણી આદિ રૂડાં કામમાં પૈસા ખર્ચવાની અપીલ કરે છે ત્યારે કેટલાક તરફથી કહેવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com