________________
૨૨૦
પરિશિષ્ટ પ૬ જન વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ એપ્રીલ ૧૯૧૭.
પુ ૧૩. અં. ૪ પૃ. ૧૦૩.
ચારૂપ કેસ. દીવાની-ફેજદારી કોર્ટોમાં તીર્થોના સંબંધમાં આપણે જૈન ભાઈઓ નિરર્થક ધન ખર્ચે જઈએ છીએ અને પરિણામે પૈસાની ખુવારી ઉપરાંત વિરોધ વધતો જાય છે. સમેતશિખર, અંતરીક્ષ. મક્ષીજી, તારંગાઇ વગેરે તીર્થોના અંગે ધાર્મિક ઝઘડાઓને મહત્વનું સ્વરૂપ આપી આપણે વેતામ્બરો અને દિગમ્બરો લાખો રૂપિયાની ખુવારી કર્થે જઈએ છીએ. તેટલાથી જ નહિ અટકતાં વળી ચારૂપના એક નજીવા કેસે મહેઠું સ્વરૂપ ધારણ કરેલ અને આ કેસમાં આપણે સ્માર્તા પક્ષવાળાઓ સામે તકરારમાં ઉતરવું પડેલ. બંને પક્ષેને હજારો રૂપિયાના ખર્ચમાં ઉતરવું પડયું છે અને કેસ ભવિષ્યમાં કેવું સ્વરૂપ લેશે તે સમજી શકાતું નહતું. કોર્ટથી ગમે તે પ્રકારને ફેસલે થાય તો પણ બંને પક્ષ વચ્ચે હમેશને માટે વિરોધ રહે તેવો દેખાવ થદ પડયો હતો. ચારૂપ કેસમાં બંને પક્ષ તરફથી કામ કરતા પાટણના આગેવાને સમાધાનીથી નિકાલ ન કરે તે પાટણની પ્રજા વચ્ચે કાયમને માટે કુસંપ રહે તેવો દેખાવ નજરે પડતે હત, ગાયકવાડ સરકારના ભાઈ મે સંપતરાવ ગાયકવાડે બંને પક્ષો વચ્ચેની આ તકરારનું સમાધાનીથી નિરાકરણ કરાવવા ઘણી જ મહેનત કરેલ પરંતુ તે બર આવી નહતી. વડોદરા રાજ્યની વરિષ્ટ કોર્ટ સુધી આ તકરાર ગઈ હતી, પરંતુ આખરે બંને પક્ષવાળાઓને કંઈક સારી પ્રેરણ થવાથી શેઠ પુનમચંદ કરમચંદજી કોટાવાળાને પંચાતનામું લખી આપવામાં આવેલ તે આધારે તેમણે ઠરાવ કરી ઘણુ જ કુનેહથી આ તકરારને અંત આણેલ છે.
તેઓ સાહેબ જૈન છતાં પણ સામા પક્ષવાળાઓને તેમનામાં સંપુર્ણ વિશ્વાસ હોવાથી તેઓ તેમને પંચ તરીકે નિકાલ લાવવાનું ઑપવા માટે લલચાયા હતા અને આખરે આપણા જૈન ભાઈઓને જે ઉત્કટ ઇચ્છામહાદેવને આપણું દેરાસરમાંથી બહાર કાઢવાની હતી તે પાર પાડી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com