________________
૨૧૯
પ્રતિજ્ઞા લેવાના ઉભરા કાઢયા છે. કેઈએ તે આગલી પાછલી યાદ કરી હિંદી પ્રજા સ્વરાજ્યને લાયક નથી” એવા ભાઈબંધને ઉપદેશપર ક્રોધને વસદ વરસાવ્યો છે. આ સઘળાને સ્થાન આપવું તે અમને ઉચિત જણાતું નથી. કેમકે તેમણે પુરતી તપાસ કે વિચાર વગર એક આગેવાન અને જાતિભેગ આપનાર પુરૂષના સામે અણછાજતા-ખોટા આક્ષેપો કરવામાં પાછું વાળી જોયું નથી તેમ જયારે તેઓ જ કબુલ કરી તે માટે પસ્તાય છે તે પછી તેમના માટે આવા પ્રહારો બહાર મુકવા તે યોગ્ય જણાતું નથી.
પ્રસંગોપાત ભલામણ કરવી અસ્થાને ગણાશે નહિ કે શ્રીયુત કોટાવાળાની સેવાની યોગ્ય પછાણ સર્વત્ર થાય અને ભવિષ્યમાં આવા કટોકટીના પ્રસંગે સેવા ઉઠાવવાને કોમમાંથી અનેક નેતાઓને પ્રેમ જામે એટલા ખાતર મુંબઈના કેટલાક આગેવાને શેઠશ્રીને માનપત્ર આપવા જે વિચાર કરે છે તે તાકીદે અમલમાં મુકવા જરૂર છે એટલું જ નહિ પણ આપણી આણંદજી કલ્યાણજીની પેઢીયે ખાસ કમિટિની મીટીંગ મેળવી આપણા પ્રાચિન તિર્થના સામે ઉપસ્થીત થયેલી અગવડનું એક જૈનના હાથે શાંતિથી માનભર્યું છેવટ આવવા માટે તેમને મુબારકબાદી આપનારી નોંધ લેવી જરૂરી છે કે જેથી ભવિષ્યમાં આવા પ્રસંગે તેવી સેવા ઉઠાવવામાં તે દષ્ટાંતિક અને અનુકરણીય થઈ પડે.
આપણું પુજય મુનિગણને પણ આ પ્રસંગથી ઘણું શિખવાનું મળે તેમ છે. કેમકે મોરલીને નાદ પારખ્યા વિના કેટલાક મુનિઓએ કેવળ ધર્મની ઘેલચ્છાના પાટા બાંધી કુદાકુદ કરી મુકી હતી, તેઓએ હવે પિતાનો ઉતાવળા અભિપ્રાય માં થયેલી ભુલ સુધારી લીધી હશે. પરંતુ ભવિષ્યમાં આવી અણસમજભરી ઉતાવળ ન થવા પામે તે માટે આટલી વિનંતી કરવી દુરસ્ત ધારી છે
–
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com