________________
૨૨૭
બન્ને પક્ષોને ઈનસાફ આપવામાં નિષ્ફળ જઈએ તે મજબુત ભય રહે છે. આપણે એમ નહિં માની લેવું જોઈએ કે શેઠ કોટાવાલાએ ચુકાદો આ માટે જ તે ખરો અને વ્યાજબી છે, અથવા તો એમ પણ નહિ માનવું જોઈએ કે શેઠ કોટાવાલાએ ચુકાદે આ માટે જ તે એક તરફી અને ગેરવ્યાજબી હોવો જોઈએ, હવે જેઓ “ સાંજ ) “ હિન્દુસ્તાન ”
જેન ” “ જેનશાસન” “ આત્માનંદ પ્રકાશ” “ જૈન-રીવ્યુ.” આદિ પત્રમાં આ બાબતના સંબંધમાં પ્રગટ થએલા લેખો સંભાળ પુર્વક વાંચશે, તેઓને એક બાબતની ખાત્રી થશે અને તે બાબત એ છે કે- “સાંજ”
હીંદુસ્તાન ” અને “જૈન” પત્રો શેઠ કોટાવાલાના ચુકાદાની તારીફ કરે છે. આપણને બીજી ખાત્રી એ થાય છે કે “જૈન શાસન” શેઠ કોટાવાળાના ચુકાદાની વિરુદ્ધ છે. આ બન્નેમાં નિશ્ચિતપણે સત્ય અમુક પત્રો છે, એમ કહેવું છે કે મુશ્કેલ છે, છતાં એટલું તે કહેવું સહેલું છે કે ચુકાદાના સબંધમાં વધુ પાએ પોતાની તારીફ જાહેર કરી છે.
મતભેદ શું મુદાર છે? હવે આપણે જોઈએ કે બન્ને પક્ષો વચ્ચે શું બાબતેના સબંધમાં મતભેદ છે તે તપાસીએ આ બાબત પર વિચાર કરવાને પાટણના સંઘને અને સમગ્ર જૈન સંઘને સગવડ મળે તે માટે અમો બન્ને પક્ષો તરફથી, અમને મળેલા કેટલાએક “ચર્ચા પત્રો ને નીચે પ્રગટ કરીએ છીએ, જે વિચાર પૂર્વક અને તદન નિષ્પક્ષપાતપણે વાંચવાને અમે ભલામણ કરીએ છીએ.
પહેલું ચર્ચાપત્ર અગત્યનું છે અને તેને ચર્ચાપત્રી પાટણના એક ગૃહસ્થ છે. આ ચર્ચાપત્ર “ હિદુસ્થાન ' પત્રમાં શેઠ કોટાવાલાને ચુકાદો સંતોષકારક છે એવો જે “ અગ્રલેખ ” પ્રગટ થયો હતો, તેના જવાબમાં લખવામાં આવ્યો હેય, એમ લખાણની ઢબ પરથી દીસે છે આટલો ખુલાસો કરી અમે નીચેનાં ચર્ચાપત્ર જાહેર જૈન સંઘ માટે રજુ કરીએ છીએ.–
ચુકાદા સામે વાંધો શું છે ? ' હિંદુસ્થાનના અધીપતિ જોગ.
સાહેબ, પાટણ નજીક ચારૂપ તીર્થને સંબંધમાં જેને અને સ્માત ભાઈઓ વચ્ચે ચાલેલા ઝઘડાના સબંધમાં પાટણના જૈન સંધના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com