________________
ભાવે અને બીજી મીટીંગ બીજે કારણે કંઈ પણ નિર્ણય ઉપર આવી શકી નહિ, જેથી ત્રીજી મીટીંગમાં છેવટે સત્યાસત્યને નિર્ણય કરવાનો અધિકાર નિયુક્ત પાંચ ગૃહસ્થોએ સંધ બેલાવી એવોર્ડમાં ધર્મ તથા તીર્થોને હાની કરતા લખાણ છે કે કેમ તેને ધારાશાસ્ત્રીને પુછી નિર્ણય કરાવવા એક વગવાળી કમીટી નિમી અને જૈન ધારાશાસ્ત્રીને એવોર્ડ બતાવવા તજવીજ કરી.
આ એડના સંબંધમાં જાણવા પ્રમાણે આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી હરીલાલભાઈ મંછારામ તથા અમદાવાદના જાણીતા જેને વકીલ સાકળચંદભાઈ અને બીજી પણ બે ચાર કાયદાશાસ્ત્રીઓએ પ્રશંસાવાળા અભીપ્રાયે આપેલા છે, આમ છતાં અંગત ઇર્ષાના લીધે કેટલાકએ ઉંડા ન ઉતરવાથી ગેરસમજના લીધે અઘટીત ચર્ચા ઉપસ્થિત કરી છે એ દીલગીર થવા જેવું છે. વળી સંધનાયક નગરશેઠે એવોર્ડ બહાર પાડતાં લવાદને ફુલહારથી સન્માન આપ્યું હતું. - એવોર્ડ લખતા પહેલાં સંજોગે નીચે પ્રમાણે હતા, પાટણની કોર્ટમાં ઠરાવ સનાતનીઓના લાભમાં થયો હતો અને અપીલમાં મહેસાણામાં જૈનોના લાભમાં થયે તેના પર સનાતન પ્રજાએ વડોદરા વરિષ્ટ કોર્ટમાં અપીલ કરેલી હતી તેનો ચુકાદો જેનોના લાભમાં આવશેજ એવી ખાત્રી નહતી એમ માનવામાં આવતું હતું. વળી બીજી રીતે પણ ચારૂપના શ્રીશામળાજીના દેવાલયને કડી પ્રાન્ત સુબા સાહેબે સાર્વજનીક ઠરાવી દર્શન બાધાઓ વિગેરેની સર્વેને છુટ આપી હતી. આવા સંજોગને લીધે દીર્ઘદ્રષ્ટિ વાપરી જૈનોએ લવાદથી સમાધાન કરાવી લેવાનું દુરસ્ત ધાર્યું અને શેઠને અત્યાગ્રહથી વિનંતિ કરતાં તે તેમણે સ્વીકારી, અને સનાતનીઓએ પણ શેઠની પ્રતિષ્ઠા અને ગ્યતાથી જાણીતા હેવાથી સંપૂર્ણ વિશ્વાસ રાખી સમાધાન કરવા સોંપ્યું. સનાતનીઓ અસલ જગ્યાએથી મહાદેવને ખસેડવા ખુસી ન હતા. અગાઉ પણ તે સંબંધમાં ચાર હજાર રૂપીઆ આપવાની તજવીજ થઈ હતી, પણ સનાતનીઓએ તે રવીકાર્યું નહતું, છતાં બન્ને કોમોમાંથી કલેશન નાશ થાય તે અર્થે શેઠસાહેબે સનાતનીઓને સમજાવીને દીર્ઘદ્રષ્ટિ વાપરી ફકત બે હજાર રૂપીઆ આપવાના તથા થોડી ધર્મશાળામાંથી જમીન આપવાની ઠરાવી મહાદેવને અલગ ર્યા અને જેનો તથા સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com