________________
૧૨૮
જવાબ–માહારા સાંભળવા પ્રમાણે અને ધારેવા પ્રમાણે તે લેકોએ આપેલો છે, માહારા ધારવા પ્રમાણે દશા ઓશવાળની નાતના શેઠ આ વખતે બેલ્યા કે સ્માર્ટોએ રાજીનામું આપેલું હોવું જોઈએ. નહિં તે તેમને તેમ કબજે આપે નહિ ( આ વખતે શ્રીમાળીની નાતના શેઠે આખો ચુકાદો વાંચી સંભળાવ્યો હતો, અને તેમાં જે કલમ લવાદે નાંખેલી તે ઉપર ધ્યાન દેવરાવ્યું હતું તેમજ સ્માર્યોએ રાજીનામું આપ્યું નથી તેના પુરાવા તરીકે શા. કેશવલાલ મંગળચંદે વડોદરેથી વકીલ નંદલાલભાઈનો તાર રજુ કર્યો હતો કે તે લોકોએ રાજીનામું આપ્યું નથી) તે ઉપરથી એમ નક્કી થયું કે કબજે કાયદા વિરૂધ્ધ અપાવે છે.
આ વખતે લેકે ઘણાજ ઉશ્કેરાઈ ગયેલા અને એક જ વાત કરવા લાગ્યા કે ચુનીલાલ ઝવેરીને બોલાવો તેમજ બીજી બાજુથી એમ પણ કહેવા લાગ્યા કે કોટાવાળા શેઠને બોલાવે અને પુછો કે પિસ શુદ ૧૪ ના દીવસે ચારૂપ તીર્થમાં સ્માર્લોને અભક્ષ (બટાટા વંત્તાક વિગેરે) ચીજો વિગેરેનું રાતના જમણું આપ્યું તે ખરેખર આપણું ધર્મની વિરૂધ્ધ છે તેમજ તિર્થમાં કામ થએલું છે તેવું સંઘમાં ઘણો ભાગ કહે છે માટે તેમને બોલાવી પુછવાની જરૂર છે આ વખતે સંઘમાં દરેકેદરેક આ વિચારને મળતા થયા હતા પણ રાતના ત્રણ વાગી જવાથી બીજા દીવસ ઉપર સંધ મળવાનું મુલતવી રહ્યું હતું.
- ફાગણે શુદ ૧ ના સંધમાં થએલું કામકાજ-રાતના સાડાસાત વાગે સાગરના ઉપાશ્રયે ) ચુનીલાલ ઝવેરી વગેરે આવી પછી નીચે મુજબ નગરશેઠે તેમજ બીજા ગૃહસ્થોએ જવાબ સવાલ કરેલા નગરશેઠે કરેલો સવાલ આ ઠરાવવામાં જ તમને તથા મંગળભાઈને આગેવાન તરીકે કટાવાળાએ લખ્યા છે તે તમને સંઘે આગેવાનીપણું આપેલું ?
ચુનીલાલ ઝવેરીને જવાબ–ના. સવાલ- ત્યારે આગેવાન તરીકે તમારા નામ કેમ લખાયાં ? જવાબ–તે કટાવાળા શેઠને પુછો અમને ખબર નથી. સવાલ–તમે જે આ કબજે સેપીઆવ્યા તે સંધને પુછેલું.
જવાબ-તેમને પુછવાની જરૂર નથી કારણ કે હું ચારૂપ કમિટીને સેક્રેટરી છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com