________________
૨૦૮
ખેદ થાય છે. તે સમાજને બેટી જાળમાં ફસાવનારી બનાવટો ભવિષ્યમાં ભાઈબંધ નહિ કરે તેમ ઈચ્છીશું.
પરિશિષ્ટ પર. જેનશાશન જેઠ વદી ૧ બુધવાર વિ. સં. ર૪૩. ભાઇબંધ પત્રકારે લવાદના ઠરાવ ઉપર પાડેલું વધારે અજવાળું.
ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદામાં શું શું ભુલ થવા પામી છે, તેમજ તે કેટલે અપુર્ણ છે, તેમજ કાયદેસર લવાદનામું હતું કે કેમ? કબજે ગેરકાયદેસર અપાય છે કે કેમ? વિગેરે હકીકત સમાજ પાસે આ પત્રદ્વારા રજુ કરવામાં આવી હતી, અને તેની સામે દલીલ પણ આવી છે. બન્ને બાજુની દલીલો કેટલી વ્યાજબી છે? તે સમગ્ર હિંદના જૈન સમાજનું કામ છે.
અમે અમારા કેટલાક ગત અંકોમાં આપણા સમાજમાં અગ્રગણ્ય કહેવાતા મુનિ મહારાજાઓ તેમજ આગેવાનોના અભિપ્રાયે દર્શાવી ચુક્યા છીએ. અને તેમાં કેટલાકએ “જે થયું છે તે ખરૂ છે.” “અમને કાંઈ જેન સિધ્ધાંત વિરૂધ્ધ લાગતું નથી.” સંઘમાં ભાગલા ન પડે તેમ કામ લેવું વિગેરે સુચક શબ્દ વપરાયા છે, તે ઉપરથી અભિપ્રાય આપનારના મન એકસપણે વ્યાજબી થયું છે તેવું બતાવતા નથી. અને એ ઉપરથી સમજી શકાય છે. કુ લવાદે આ કેસમાં ગમે તે સંજોગ વચ્ચે ભુલ ખાધી છે, વળી આ કેસના ચુકાદા પછી લવાદ તરકેથી કેટલાક એવા પણ પ્રયત્ન શરૂ રહ્યા છે, જે ઉપરથી જાણી શકાય છે કે ઠરાવોને અમલ તાકીદે કરાવી આપે છે. આમ ઉતાવળ કરવાનું શું જન હશે, તે સહેજે સમજી શકાય તેમ છે કે, પિતાના ઠરાવનો અમલ નહિ થાય તે પિતાની પ્રતિષ્ઠાને હાની પહોંચે ગમે તેમ હોય પરંતુ ઉતાવલ બશાવી આપે છે કે જે કાંઈ થયું છે તે વ્યાજબી થયું નથી.
વળી લવાદનામું ગેર કાયદેસર છે તેવું અમે ગતઅંકમાં બતાવી ગયા છીએ, તેની સામે અમારા ભાઈબંધ દલી લાવે છે તે લવાદ નામાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com