________________
૨૦૭ -
ખુલાસે એ મથાળા નીચે પહેલાજ પાને લેખ છાપેલો છે. તેથી જાત્રાળુઓમાં ગેરસમજ ન થાય તે માટે હકીકતનું બટાપણું આપને જાત્રાળુઓ અને સર્વની જાણ માટે લખી મોકલું છું તે મહેબાની કરીને પ્રગટ કરશે.
અમને ચારૂપ તીર્થના વહીવટ કરતાઓએ રાખ્યા છે અને નગરશેઠ કંઈ તે તીર્થનો વહીવટ કરતા નથી અને તેથી તેમને કંઈપણ હકીકત ગુજારવાની અમને જરૂર હોયજ નહિ અને અમે કંઈપણ લખાણું નગરશેઠ તરફ ક્યું નથી પણ બીજા જ કોઈએ અમને ઊલટું જ સમજાવીને અમારી સહી લીધી છે અમને તો એમ સમજાવવામાં આવ્યું હતું કે જાત્રાળુઓને અહીં કંઇ હરકત થતી નથી એવો લેખ મોકલવાનું છે માટે તમે સહી આપે. તેથી અમે સહી આપલી પણ છાપામાં તે એથી ઉલટું જ લખાણ પ્રકટ કરેલું જોવામાં આવ્યું તેથી તે ખોટું છે. એ જણાવવાની જરૂર છે. તેથી પ્રગટ કરશોજી. જેઠ સુદી ૧૦ ને ગુરૂવાર સં ૧૯૭૩
ઠા. હાથીજી હવાઝ સઈ દ. પિતે. ઠા. ફતાજી દલાજી સઈ દા. હાથીજી
હવા ધણીના કેવાથી..
વળી આગલા અંકમાં ભાઈબંધે ત્યાં યાત્રીકને ભય છે તેમ બતાવવાનો ડોળ કરીને તેવી આપત્તિમાં આવી પડવા માટે કેટલાક નામે ગોઠવ્યાં હતાં પરંતુ અમને જણાવવાનું દિલગીરીભરી ફરજ પડી છે કે મણુદ રેડના સ્ટેશનમાસ્તર છોટાલાલ હરગોવનદાસ સ્વહસ્તે લખે છે કે, મણુંદ રોડ સ્ટેશન ઉપર ગોપાળદાસ નામે કોઇ માસ્તર જ નથી. તેમ અમારા સ્ટેશન ઉપરથી કોઈ જાત્રા કરવા ચારૂપ ગયું જ નથી. વળી હાલાભાઈ બેચરદાસ લખે છે કે,-શાસન અમારી સહી શરમને લઈને થઈ છે તેમ જણાવે છે તે તદન જુદું છે. તેમજ અમે તથા શેઠ નહાલચંદ લલુચંદ વગેરે દશ જણ ચારૂ૫ જતાં અમારા ઉપર ચઢાઈ થવાનું જણાવે છે તે પણ હડહડતું ખોટું છે. અમને કોઈ પ્રકારની અડચણ થઈ નથી. વણચંદ વી. શાહ, શા દલપતભાઈ રામચંદ વગેરે પણ પત્ર લખી ચારૂપમાં શાંતિ છે તેમ ખાત્રી આપે છે. છતાં જે આ બનાવો સત્ય હોય તો તે અંકુશમાં લાવવાને કાયદાસર કોર્ટ માર્ફત દાદ માગવી જોઈએ તેને બદલે આવી ખોટી બનાવટે કરી યાત્રિકોને દેહ થતે જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com