________________
૨૦૫ :
તેમણે કહેલા સમજુ અને સે કોઈ સુઈ ગયા હોય ત્યારે લાગે સાધીને મુર્ખાઓએ લવાદ ચુંટી કાઢયા છે તેમ તેઓ કહેવા માગે છે ? કે શું મુંબઈમાં પાટણના વસતા સમગ્ર મંડળે સભા મેળવી પ્રમુખની સહી સાથે કોટાવાળાને લવાદ સ્વીકારવાને સંમતિપત્ર મોકલ્યો તે બધું સ્વપ્નાનું ફારસ ગણે છે? અગર શું લવાદનામામાં સહી કરનાર છે ન્યાતના શેઠે, વાદી, પ્રતિવાદીઓ અને આગેવાનોને બાળકો બનાવવા ધારે છે? તે કંઈ સમજી શકતું નથી.
આવું ફારસ પહેલુંજ નથી પણ ચુકાદો થયા પછી તે યોગ્ય છે અને ધર્મને અનુસરતે છે માટે ધન્યવાદને પાત્ર છે, ત્યાં સુધી પણ ભાઈબંધ જણાવી ગયા હતા તે અમે પ્રથમ તેના શબ્દથી પ્રગટ કરી બતાવ્યું હતું. છતાં પાછા નવા તમાસામાં બધું અયોગ્ય દેખાડવાને વાર ન લાગી તો પછી આવી વધુ જાળમાં વધુ ભુલવણી હોય તેમાં આશ્ચર્ય જેવું નથી.
અમે આગલા અંકમાં રા. કુંવરજીભાઇને મી. સેની ઉપરને પત્ર પ્રગટ કર્યો હતો તેને ભાઈબંધે કોકસ કમિટિ ઉપરને પત્ર માની તે અધુરો છે તેમ બતાવવા જતાં છુપાએલી પોલ છતી થઈ જવા પામી છે ત્યારે હવે જાણે તે સમજ પુર્વક ભુલ થઈ હોય તેમ બતાવવા પ્રયત્ન કરતા તે ભુલને વધારે પ્રકાશમાં લાવવા જેવું થયું છે. કેમકે જનધર્મ પ્રકાશના ચૈત્ર માસના અંકમાં પ્રગટ થએલી બાબત કે જે ખાનગી મેટર નથી અને જેમાં બે કેસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદધાંતને બાધકારી હકીક્ત અમારા સમજવામાં આવતી નથી” એ શબ્દ જ બતાવી આપે છે કે જેનો સિધ્ધાંતને બાધકારી હકીકત જે કહેવામાં આવી છે તે ખોટી છે. આટલું છતાં આ ટુંકા મહા મંત્રથી આંખો નહિ જ ખુલે તેમ અમારી ખાત્રી હોવાથી કોકસે દરિયે ડળી કાઢેલા પાંચ પ્રક ( રત્નો ) માં રહેલી પાલ અમે ગયા અંકમાં જ સ્પષ્ટ કરી છે, છતાં જે ઈચ્છા હશે તો તેમના મેંબરોમાંથીજ નવરાત્રીમાં દેવીને નામે દ્રવ્ય ખર્ચનારના અને માથે રેટલા મૂકી દેવી સામે નાચ કરનારના અહેવાલ જરૂર પડયે બહાર મુકવામાં આવશે.
આગળ જતાં ભાઈબંધે બે મુનિ મહારાજના વિચાર ભેદના પત્રો મુક્યા છે આમ કરવા જતાં તેમણે તે મહાત્માના વજનને હલકું પાડવાને યત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com