________________
૨૧૪
કહેવું જરૂરનું છે કે શેઠ કોટાવાળાએ લવાદ તરીકે આ કેસમાં જે જહેમત ઉઠાવી છે તે પ્રશંસાપાત્ર છે અને સમાજ ઉપર પિતે જે કનેહ વાપરી બે પક્ષને રાજી રાખવા પિતાને જે જાતિ ભોગ આપી સમજતી પર લાવવા પિતાથી બનતું કર્યું તેને માટે યોગ્ય કદર સમાજે બુઝવી જોઈએ, અને લીધેલા શ્રમને માટે અભીનંદન આપી અમારે ખુલાસો નીચે પ્રમાણે કરીએ છીએ. અમારે વાંધો લવાદે આપેલા ચુકાદામાં વાપરેલા શબ્દોને હતું અને તેને માટે અમને જે ખુલાસો કરવામાં આવ્યું છે. તેના ઉપર જ્યારે લક્ષ આપી બન્ને બાજુનો વિચાર કરવામાં આવે છે, ત્યારે જણાય છે કે તેવા શબ્દો કેસના અંતના પરીણામે લાવવાની જરૂર જણાય છે. લવાદે આપેલ ગઢની બે ઓરડીયું તેમજ છુટી જમીન માટે પણ બેલવામાં આવ્યું છે, તેમાં તપાસ કરતા એમ માલુમ પડે છે કે, તેમ કરવામાં પણ લવાદે ભુલ કરી હોય તેમ જણાતું નથી, કારણ કે દરેકની ચાલ લવાદે જુદી જુદી રાખવાને ઠરાવ કર્યો છે અને જમીન કોટની બહાર છે.
ચારૂપમાં પડતી જાત્રાની હાડમારીના સંબંધમાં તપાસ કરતાં, ચારૂપના લોકો મુખ જુબાનીથી જણાવે છે કે પાટણના સંઘે ચારૂપના શામળાજીને ઉત્થાપન કરવાના ઠરાવ સામે અમારો પિકાર છે, જેથી અમોને ઘાસ્તી હતી, કે, તે લેકે અત્રેથી પ્રતિમાજી લઈ જવા માટે આવે છે તેમ માની અમો ભેળા થતા હતા અમોએ કોઈ યાત્રાળુને દર્શન કરવા બાબત અટકાવ્યા નથી અને તે ઘણું માણસો યાત્રા કરવા આવે છે તેને મદદ કરીયે છીએ માટે તે બાબત સમજફેરની જણાઈ છે અને યાત્રાળુઓને આવવા બાબત કઈ જાતની અડચણ નથી તેવું અમોને જણાયું છે.
આટલે ખુલાસો અને જરૂર જણાયાથી સમાજ સમક્ષ રજુ કર્યો છે
છેવટમાં લવાદે જે શ્રમ સેવ્યો છે તેને માટે અમે તેઓને ધન્યવાદ આપીએ છીએ અને જરૂર વિચારીએ છીએ કે આવા કેસનું છેવટ મોટે ખર્ચ કોટથી નહી લાવતાં લવાદથી લાવવું તેજ ઉત્તમ રસ્તો છે, અને તેમ કરવાથી દેવદ્રવ્યમાંથી ખર્ચ થતા અટકી શકે છે.
લી. અધીપતી જૈનશાસન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com