________________
૨૧૩
શીર ઉપર વહેરી લેવી પડે છે, તે તેના અધીપતીઓ જ સમજી શકે છે, અમારે પણ તેવી તેવી કેટલીક મુશ્કેલીમાંથી પસાર થવું પડયું છે; તેમજ આ કેસના અંગે મી. કટાવાળાને તેમના મને દુઃખ થવાના કારણે આપ્યા હશે, પરંતુ અમારે દીલગીરી સાથે જણાવવું પડે છે કે, અમો જે જે ખબરે મેળવી શકાયા હતા તે એક તરફથી મળી શકી હતી, અને તેના ઉપરજ અમોએ મદાર બાંધી ઇમારત ઘડી હતી, પરંતુ જ્યારે બન્ને બાજુની હકીક્ત મેળવવાની અમોને તક મળી અને તેમાં કેટલું સત્ય છુપાવ્યું છે, તેને વિચાર કરવાનો અને અવકાશ મળે, ત્યારે અમારા વિચારને દાબી દેવા સાથે સત્યને સત્યના રૂપમાં લાવવા અમોએ પ્રયાસ કર્યો છે, જો કે કેટલીક વખતે તેમ કરવા જતાં સમાજમાં પત્રકાર તરીકે જે છાપ પાડવામાં આવે છે, તેને બાધક લાગતું હશે, પણ અમોએ તેની દરકાર કર્યા સીવાય અમારા વિચારને સત્ય સ્વરૂપે જાણવામાં કદાચ તેવા અપવાદ બહાર પડે તે તેની દરકાર રાખ્યા શિવાય અમારો ખુલાસો સમાજ પાસે રજુ કરવા હીંમત કરી છે, તે ગૃજ કર્યું તેમ અમે તે કબુલ કરીશું જ. શેઠ કોટાવાળા એક પાટણના સંધના આગેવાન તેમજ પૈસાદાર ગૃહસ્થ જ છે તેમ નથી પણ તે ગાયકવાડ રાજ્યના એક ધારાસભાના સભાસદ હતા, તેમજ જૈન ધર્મના પુર્ણ લાગણીવાળા હાવાથી આ ચારૂપ કેસના લવાદ તરીકેને ફેંસલો આપવાનો આગ્રહ થવાથી માથે લીધું, અને તે કામ પૂર્ણ કરવા પિતાનો કીંમતી વખતે રેકી ઠરાવને સમાજ સમક્ષ રજુ કર્યો અને તે સામે કેટલોક પિકાર અમુક વ્યક્તિધારા ઉઠાવવામાં આવ્યો, આ પિકાર કેટલે સત્ય હતું તે જોવાનું એક બાજુ રાખી હામાં હા મેળવવામાં આવી. જેથી અમોએ કેટલાક અંકમાં તે ફેંસલા સામે ટીકા પણ કરી છે, પરંતુ તેમાં અમારી કોઈપણ રીતે તેની જાત ઉપર ટીકા કરવા ઇરાદો ન હોવા છતાં તેમ માની લેવામાં આવ્યું હોય તેમ જણાયાથી તેને માટે અમારે ખુલાસો કરવાની જરૂર પડી છે કે, અમે એ જે કંઈ લખાણો અત્યાર સુધી કર્યા છે તે ફકત અમેને મળતી રહેલી ખબરો ઉપરથી જ કરવામાં આવ્યા છે, તેમાં અમારો લેશ પણ ઈરાદો કોઈના મન દુઃખ કરવાનો હતો જ નહીં, છતાં કોઈ પણ કારણથી તેમ માની લેવામાં આવ્યું હોય તે તેને માટે અમે મીછામીન દુકાં દહીયે છીએ. વળી અમોએ અમારા ગત અંકમાં લવાદ તરીકે આવા કેસેને નીકાલ લાવવો તે લાભપ્રદ છે તેમ જણાવ્યું પણ છે એટલું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com