________________
૨૧૬
પ્રયત્ન કર્યો હતો આ ઉપરથી સેવા ઉઠાવનાર લાયક જનની લાયક સેવાના બદલામાં પડળ પથરાએલાં જોઈ અમારે તે કેસનું ખરૂં વસ્તુસ્વરૂપ સમજાવવા અને તે ફેસલામાં રહેલ બુધિ પૂર્વકના નિર્ણયનું નિરીક્ષણ કરાવવા જરૂર પડી હતી જેના પરીણામે અંતે પણ તે ભાઈબંધની આંખના પડળે ઉતર્યા છે તેમ જાણી આનંદ થાય છે. સદરહુ ભાઈબંધ પિતાનાજ પત્રમાં તા. ૧૧ જુલાઇના અંકમાં પુષ્ટ ૨૪૭ મે મ. કોટાવાળાને અમારે ( શાસનનો ) ખુલાસે એ મથાળા નીચે લખે છે કે –
“આ પત્રધારા ચારૂપ કેસના ફેંસલા સામે અમોને મળતી રહેતી ખબરો ઉપરથી અમોએ અમારા વિચારે જૈન સમાજ પાસે રજુ કર્યા હતા અને અમે તે ઠરાવ ઉપર ટીકા કરતા શેઠ કોટાવાળાને એકપક્ષીય દોરવાઈ ગયાનું પણ જણાવી ગયા છીએ. જો કે પત્રકાર તરીકે ફરજ બજાવવામાં કેટલી મુશ્કેલીઓ ઉભી થવા પામે છે, તેમજ કેટલી જોખમ દારી શીર ઊપર વહેરી લેવી પડે છે, તે તેના અધીપતીઓ જ સમજી શકે છે, અમારે પણ તેવી તેવી કેટલીક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે; તેમજ આ કેસના અંગે મી. કોટાવાળાને તેમના મનઃ દુઃખ થવાના કારણો આપ્યા હશે, પરંતુ અમારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે, અમે જે જે ખબરે મેળવી શક્યા હતા તે એક તરફી જ મળી શકી હતી, અને તેના ઉપજ અમોએ મદાર બાંધી ઇમારત ઘડી હતી, પરંતુ જ્યારે બન્ને બાજુની હકીક્ત મેળવવાની અને તક મળી અને તેમાં કેટલું સત્ય છુપાવ્યું છે, તેને વિચાર કરવાને અમોને અવકાશ મળે, ત્યારે અમારા વિચારને દાબી દેવા સત્યને સત્યના રૂપમાં લાવવા અમોએ પ્રયાસ કર્યો છે, જોકે કેટલીક વખતે તેમ કરવા જતાં સમાજમાં પત્રકાર તરીકે જે છાપ પાડવામાં આવે છે, તેને બાધક લાગતું હશે, પણ અમોએ તેની દરકાર કર્યા સિવાય અમારા વિચારને સત્ય સ્વરૂપે જણાવવામાં કદાચ તે અપવાદ હોરવો પડે તો તેની દરકાર રાખ્યા સિવાય અમારો ખુલાસો સમાજ પાસે રજુ કરવા હીમત કરી છે, તે
જ કર્યું તેમ અમો તે કબુલ કરીશું જ. શેઠ કટાવાળા એક પાટણના સંઘના આગેવાન તેમજ પૈસાદાર ગૃહસ્થજ છે તેમ નથી પણ તે ગાયકવાડ રાજ્યના એક ધારાસભાના સભાસદ હતા, તેમજ જૈનધર્મના પુર્ણ લાગણીવાળા હોવાથી આ ચારૂપ કેસના લવાદ તરીકેને ફેંસલો આપવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com