________________
૧૫૪
માનતા થાય કે તેમ થવા દેવાય તે વાતજ અમને તે બંધબેસતી જણાતી નથી. હા, કદાચ દેરાસરમાં જે અન્ય મૂર્તીઓ હતી તેની માનતા લોકે કરતા હોય, અને તે રીતે તેમની માનતા કરવાની રીતિને ટકાવી રાખવા આ શબ્દો કોર્ટ ફેસલામાં ઉમેર્યું હોય પરંતુ હવે આપણે તે શબ્દો સામે ચિંતા કરવા કારણ રહેતું નથી. કેમકે મહેસાણાની કોર્ટમાં છેત્યાના બ્યુગલ ફુકનારની ઈચ્છા પ્રમાણે અન્ય મૂતી ઓ દેરાસરમાં જ રીપેર કરીને પધરાવેલ હતું તે કદાચ આ સ્વાલ ભવિષ્યમાં ઉપસ્થિત થવા કારણ હતું, પરંતુ જ્યારે લવાદની કુશાગ્ર બુદ્ધિએ શંકર વગેરેની મુર્તિએને બીરાજવાને જુદી જ ગોઠવણ કરી છે તે પછી આ ચિંતા હમેશની દૂર થાય છે.
આગળ જતાં કોર્ટ લખે છે કે “ તકરારી મંદીરનો કબજો તથા વહીવટ જૈનેના હાથમાં છે તે વાત ગામના લોકોને રચતી નથી, અને તે સંબંધીના પ્રસંગોપાત તેમના તરફથી વાંધા ઉઠાવવામાં આવેલા હતા તેથી હાલની ફરીયાદ જન્મ પામી છે. ”
આ શબ્દોમાં કબજે અને વહીવટને સ્વાલ ઉમેરાય છે. આ તિર્થને જેમ યાત્રીકોની આવક છે તેમ સ્થાનીક ગીરાસ પણ છે. અને તેથી તેવી આવકમાં દખલગીરી કરવાના ભયનું આ શબ્દો સૂચન કરે છે. પરંતુ તે માટે પણ લવાદે કબજે અલાહે કરી દેવાથી સ્વાલ રહેતો નથી. એટલું જ નહિ પણ આ વિચિત્ર ભાંજગડ પતાવવા માટે દયાની દ્રષ્ટિ દર્શાવી રૂ ૨૦૦૧) આપવાને લવાદે જે ફરમાવ્યું છે તે પણ ડહાપણું ભર્યું છે કેમકે તેથી આવી તદન અણઘટતી તકરારને ભય નિર્મળ થાય છે.
આપણા પાંચે પ્રતિવાદીને નિર્દોષ ઠરાવતાં કોર્ટે જણાવે છે કે “ તેમના (પ્રતિવાદીઓના) કહેવા પ્રમાણે દેવેને નવડાવવામાં આવતા હતા તેનું પાણી સદરહુ મૂર્તિઓની જગ્યા મુખ્ય દેવના સિંહાસનથી નીચી હોવાથી એકઠું થતું હતું અને તેથી કીડીઓ ભેગી થતી હતી તેથી તેજ જગ્યાએ આરસનું પાટીયું બેસાડવાના ઈરાદાથી મુતિ ઓ ઉખેડી હતી તેમ વાડીલાલ લલ્લુભાઈનું કહેવું છે” વળી– ચંદુલાલ નહાલચંદ જણાવે છે કે પીતાંબર સલાટને હું મંદિરની અંદર લઈ ગયો અને ગણપતી પાર્વતી, મહાદેવ હતા તે જગા બતાવી, તે ઉખેડી ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com