________________
-
૨૦૧
દેવના પુર્ણ ઉપાસક નથી એમ સિધ્ધ કરવું છે? વે બીજી ઇચ્છા છે તે સમજ પડે તેવું નથી. દેવી દેવતા ઉપર ભાર મુકીને લખવાને અર્થ તે એટલે જ દેખાય છે કે હેરલ્ડના તંત્રી સાહેબ કોટાવાળાને ગાડે બેઠા છે. પણ હેરલ્ડ પત્ર કાંઈ કોમમાં તકરાર-વધારવી કે કોઈને ગાડે બેસીને તેમના ગીત ગાવા માટે નથી પણ કોમના ભલા માટે છે.
પરિશિષ્ટ ૫૧. જૈન તા. ૩ જી જુન સને ૧૯૧૭.
મુદ્દા વગરની મારપછાડમાં કેકસની કિમત.
જૈન સંઘના કાયદાસર બંધારણની જરૂરીયાત માટે
ચારૂપ પ્રકરણે આપેલું શિક્ષણ.
કોઈથી પણ શાંત રીતે પતવામાં મુશ્કેલ થઈ પડેલ, ચારૂપ તિર્થના ઝઘડાનું છેવટ એક લવાદથી આવે અને તે પણ જૈન અને સ્માર્ત પ્રજા મળી એક અવાજે જૈન ઉપર વિશ્વાસ મુકે તે અસાધારણ પ્રસંગ ફતેહમંદ રીતે પાર ઉતરવાથી કેટલાક જવાસાની પ્રકૃતિ ભોગવતી વ્યકિતઓની કેકસ કમિટિએ મળીને પાયા વિનાને પહાડ ઉભે કર્યો અને તેમાં ન ફાવતાં છેવટ તિર્થને વિચ્છેદ કરવાને પણ ન માફ થઈ શકે તેવી હિલચાલ શરૂ કરી, ત્યારે ખેદ સાથે અમારે આ કેસનું વસ્તુસ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કરવો પડે છે. જો કે આમ કરવા જતાં આવી પ્રપંચજાળો અણછુટકે અમારે ખુલી પણ કરવી પડી છે છતાં એટલું તે જોઈ શકાયું છે કે તેમ થતાં અનેક સમજુ મગજે આ જાળમાં ફસાતાં બચી જવા પામેલ છે, અને અનેક ફસાઇ ગયેલ ભવી આત્માઓ પિતાની ભળાઈ માટે પ્રશ્ચાત્તાપ કરે છે. એટલું જ નહિ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com