________________
૧૯૯
શ્રી ભાવનગર મ શ્રી જૈનશાસનના અધિપતિ જેગ, ધર્મલાભ મુ. શ્રી સુરતથી લી. મુનિ શ્રી દેવમુનિજના તરફથી તમારા પત્રમાં છાપશે. અત્રે કોટાવાળા તરફથી આવેલ આદમીએ અમોને કહ્યું કે, શ્રી ચારૂપના દેરાસરજીના કંપાઉંડમાં શિવધર્મિઓને એારડી વિગેરે આપેલ નથી. આવી રીતે અમેએ સહી આપી હતી. પણ પાછળથી છાપાકારે ખબર પડી કે બે આરડીઓ ધર્મશાળામાંથી આપેલ છે. તે અમારે કબુલ નથી. અને કંપાઉંડ બહાર માટે સમજાવીને સહી લીધી હતી, તેથી અમારે કબુલ નથી. આ પત્ર લખ્યો છે, તે તમે છાપશો. શુદી ૩ ને વાર ગુરૂ, દ. દેવમુનિ પાટણ મતિ ૧૯૭૩ ના જેઠ સુદી ૩ ગુરૂ.
જૈન શાસનના અધિપતિ જે. જત જન પત્રના તા. ૧૮ ના અંકમાં મારું નામ આવેલું અને તેમાં લખેલું છે કે કોટાવાળાનો ચુકાદો ધર્મ વિરૂધ્ધ નથી તેમ નુકશાનીનો નથી, તેવું લખાણ છે તેને ખુલાસામાં મારે લખવું પડે છે
વિશનગર હતો ત્યારે કોટાવાળા શેઠ તરફથી શા. અમથાલાલ પ્રેમચંદ મહારી પાસે આવી મને ઘણી ખોટી વાત કરી, તેમજ લવાદે આપેલા ચુકાદા પણ વંચાવ્યા વગર ઉધે રસ્તે દોરવી મહારી સહી કરાવેલી તેથી તેના ખુલાસામાં લખવાનું કે હું અત્રે આવ્યો અને લવાદને ચુકાદો વાંચતાં તેમજ વસ્તુસ્થિતિ જોતાં મને ચોકસ લાગે છે કે, કોટાવાળાએ જે ચુકાદો આપ્યો છે તે ધર્મ વિરૂધ્ધ છે, તેથી તે માન્ય કરવા લાયક નથી.
લી પન્યાસ નીતિવિજયજીના શિષ્ય મુનિ મુકિતવિજયજી.
ઉપરના પત્રોથી એટલું તે સમજાય છે કે, કેટાવાળા શેઠ તરફથી પિતાના ઠરાવ માન્ય રાખવા માટે કેટલાક મુનિરાજેને ઉધુંચિતું સમજાવવાનો પ્રયાસ કર્યો છે, અને તેવો પ્રયાસ કરે, તે લવાદ તરીકેના એક પંચને યોગ્ય હતું નહિં. અને જ્યારે તેમ કરવા પોતાના તરફથી પ્રયાસો જોવાયા છે તે તેમાં લવાદે ભુલ ખાધી છે તે સ્પષ્ટ સમજાય છે, અને પિતાને એક પક્ષીય દેરવાઈ ગયાનું ભાન થાય છે, ત્યારે આવા પ્રપંચેની હારમાળા ગોઠવવાની જરૂર પડી હોય તેવું અનુમાન કાઢી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com