________________
૨૦૦
વળી જૈનના તા. ૨૭ મીના અંકમાં એક એવો ખુલાસો કરે છે કે કુંવરજીભાઈને જે પ્રશ્ન પુછવામાં આવ્યા છે, તે જૈનધર્મ પ્રકાશ (પુ. ૩૩ અંક. ૧ લો ચિત્ર ૧૯૧૭) માં રા. રા. કુંવરજીભાઈ આ કેસને ઇતિહાસ રજુ કરી મુંબઈના આ ભાઈઓનો વાંધે જણાવી છેવટ લખે છે કે “ફેસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકારી હકીકત અમારા સમજવામાં આવતી નથી” પરંતુ ભાઈબંધે તે અંકનો આખો લેખ દાખલ કર્યો નથી. જેથી તે ભાઈબંધના મનસ્વિ લખાણેની શુધ્ધિ લાવવા માટે અમે પુછવા માગીએ છીએ કે તે અંક અમે વાંચ્યો છે, તેમાં મુંબઈથી લખાયેલા પત્રમાં જે સવાલો પુછવામાં આવ્યા છે, તેમજ વાંધા બતાવ્યા છે, તેની નકલ અમોએ ગત અંકમાં દાખલ કરી છે, તેમને એક પણ પ્રશ્નનો ઉલ્લેખ તે અંકમાંના લખાણમાં જોવામાં આવતું નથી. છતાં ખુલાસો કર્યો છે, તેવું શા આધારે લખ્યું છે? તે ભાઈબંધ પિતાના આવતા અંકમાં તે આખો લેખ દાખલ કરી સમાજને બતાવી આપશે તો ઊપકાર થશે. પરંતુ ગપગોળા હાંકી પિતાને ગમતા અર્થો સમાજને સમજાવવાની પંડિતાઈ બતાવવી તે અસ્થાને છે.
છેવટમાં અમે એટલું જ કહેવા માગીએ છીએ કે, લવાદનો ચુકાદે અપુર્ણ છે અને ઠરાવમાં વપરાયેલા શબ્દો ધર્મની લાગણી દુખાવનારા તેમજ જૈન સિદ્ધાંતને બાધક છે, માટે તે ફેસલે રદ કરાવવા માટે પાટણના સંધ ઉપર આવી પડેલી ફરજ અદા કરી ભવિષ્યમાં આવા બનાવો ફરીથી ન થવા પામે તેવો દાખલો બેસાર ઈષ્ટ છે.
પરિશિષ્ટ ૫૦ જૈનશાસન જેઠ સુદ ૯ બુધવાર વી. સં ૨૪૪૩
જેને અને કેનફરન્સ હેરડ ચારૂપકેસ-આ લેખમાં તંત્રી સાહેબે જેને લોકોને માતા, ભવાની દેવી, દેવતાના ઉપાસકો બનાવ્યાં છે. બીજા અર્થમાં જૈનો જાણે કેમ વહેમી હોય એમ જણાવીને મી. કોટાવાલાનો પક્ષ એકાંત ખેંચે જણાય છે. હજી તે તંત્રી સાહેબને દેવી દેવતાની સિધ્ધી કરવા માટે લેખ લખવાની જીજ્ઞાસા છે, દેવી દેવતાની સિધ્ધી કરીને શું જૈને વહેમી છે. અથવા વીતરાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com