________________
૨૦૨
આ પવિત્ર પ્રાચિન તિર્થને વિચ્છેદ કરવાની બાજીમાં કોક્સ નિષ્ફળ થવા સાથે આ પ્રાચિન તિર્થભૂમિ સર્વત્ર જગજાહેર થવાથી તેના દર્શન સ્પર્શનનો લાભ લેવાને સમાજમાં નવી જીજ્ઞાસા ઉત્પન્ન થવા પામેલ છે. કે જે શુભ લાગણીને જન્મ થયેલ જોઈ અમારા શ્રમને સફળ થયેલ લેખીએ છીએ.
| લવાદનો ફેસલો થવા પછી અને તે સંપૂર્ણ માન સાથે અમલમાં મુકાવા સાથે રાજીનામા અપાયા પછી આ નવા મંડળને જન્મ થવા પામેલ હતા અને તેમાં શું બાજી રમાઈ હતી તે અમે અત્યાર અને ગાઉ બતાવી ગયા છીએ. વળી આ નવા મંડળે અત્યારસુધી કંઈ પણ શીંગ પુછ વિના કેવળ દેડે આગ લાગી છે તેવા ગભરાવવાના પોકળ અવાજો કરી મુક્યા હતા તે પછી જ્યારે લવાદના ફેસલાંમાં ખોટું શું છે તે પૂછવામાં આવ્યું ત્યારે જે પાંચ મુદ્દા તેમણે રા. કુંવરજીભાઈના પત્રમાં ટાંક્યા હતા તે સઘળામાં પોકળ હતું તે પણ અમે ગયા અંકમાં બતાવી ગયા છીએ તેમજ તે દરેક મુદ્દાના ખુલાસા પણ તે સાથે દર્શાવ્યા છે ત્યારે હવે કંઈ પણ દલીલ ન રહેવાથી કેવળ પથ્થરા ઉરાડવાને ભાઈબધે શરૂ કરેલ જણાય છે. પરંતુ તે રીતે ગંધ કે દલીલ વગરના પથ્થરો ફેંકતાં ઉલટું પિતે અંકાય જાય છે તે તેમને ધ્યાનમાં રહેલ જણાતું નથી.
ભાઈબંધને હવે કંઈ પણ બચાવ કે દલીલ રહી નથી ત્યારે ઘરની દલીલ ઉભી કરે છે કે “આ ઠરાવને અમલ લવાદે પોતે કરી આપ” તેવા શબ્દો લવાદે ફેસલામાં ઉમેર્યા છે તે કાયદેસર નથી
આવી ઠાવકી દલીલ કરી કાયદાના ખાં હોવાનો ડોળ કરવા જતાં ભાઈબધે આ શબ્દ લવાદના એવોર્ડમાં ક્યાંથી વાંચ્યા તે સમજી શકાતું નથી. લવાદ નામાની નકલ અમે અને ભાઈબંધે પણ અક્ષરસઃ પ્રગટ કરેલ છે તેમાં તે શબ્દની ઝાંખપણ નથી પરંતુ એવોર્ડમાં ખુલું જણાવ્યું છે કે-“સનાતન ધર્મવાળાઓએ તેમના મને આપેલા પંચાતનામામાં ઠરાવને અમલ મારે કરાવી આપો તેમ સુચવ્યું છે” આ પ્રમાણે પંચાતનામાના શબ્દોનો અર્થ પંચનો ઠરાવ છે તેમ બતાવવાનો પ્રયત્ન કરો તે પણ અક્કલને નમુનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com