________________
- ૧૯૮
તેમાં કેટલીક નિષ્ફળતા ગઈ છે, તે અમેએ ગત અંકોમાં બતાવ્યું છે. છતાં ગણ્યા ગયાને જે મતિ અધુરા તેમજ દિઅર્થિ મેળવી શક્યા છે, તેને પોતાના લાભના મનાવવાનો પ્રયાસ ભાઈબંધના પત્રકારે કર્યો અને તેને ભાઈબંધે સ્વિકાર કરી તેના મન કલ્પિત અર્થે બતાવવા લાગ્યા. જેને . માટે અમેએ શેઠ કુંવરજીભાઈને પત્ર અક્ષરસઃ મુક્યા, જ્યારે ભાઈ બધે પિતાના ગત અંકમાં ખુલાસે કર્યો કે “ અમેએ સાદરા વાળા વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદના લખેલા પત્રનો સાર આપે હતો” પણ ભાઈબંધ ને અંધારીવાળા ચસ્માથી દેખાતું નથી કે, અમોએ પણ જે લખ્યું છે તે બીજાના પત્રને સાર છે, તેવું સ્પષ્ટતાથી જણાવ્યું છે, છતાં તેમના મગજને ઠેકાણે લાવવા પુનઃ દાખલ કરીયે છીએ.
“ચારૂપને ફેસલે વાં, મારા તરફથી અભિપ્રાય માટે સામા પક્ષ તરફથી પત્ર આવ્યો હતો, અને તે કાંઈ ગેરવ્યાજબી લાગતું નથી. એમ સ્પષ્ટ લખી દીધું છે. અંદર અંદરના દ્વેષથી કલેશ વધારે છે, જમાના વિરુદ્ધ છે ”
ચસ્કી ગયેલા મગજથી એટલું પણ સમજાયું નથી કે અમે જે લાઇન ભરેલી છે તે શબ્દો શું બતાવે છે ? તેનું ભાન પણ પિતાને રહ્યું હોય તેમ લાગતું નથી.
વળી ભાઈબંધે શેઠ કુંવરજીભાઈને પત્ર અને મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજીના જે પત્રો અમોએ પ્રગટ કર્યા છે તેને છુપાવ્યાનું જણાવી અને ચેકસ શબ્દોને ઉતાર કરી તે પત્ર પોતાના તરફેણના સમજાવવા પ્રયાસ કર્યો જણાય છે. પરંતુ એટલું પણ ભાન રહ્યું જણાતું નથી કે તે પત્રોમાં તેમને ચેકસ મત શું છે ? વળી લવાદે પિતાના માણસો દ્વારા મુનિ મહારાજાઓના કેટલાક મત મેળવ્યા છે, પણ સમાજમાં અશાંતી ફેલાય તેને માટે લવાદે બહાર મુકવાનું વાજબી ધાયું નથી. તેમ લખી કેટલાક મુનિરાજોના નામની એક હારમાળા તેમના મત અંકમાં આપી છે. પરંતુ ભાઈબંધને ખબર નથી કે, તે અભિપ્રાયો કેવી રીતે મેળવ્યા છે, અને તે માટે અમારા ભાઈબંધના મગજને કાંઈ ઠેકાણે લાવવા તેમજ પ્રમાણીકતાને પાઠ શીખવવા ફકત બેજ મુનિઓના પત્રો અક્ષરસ: ટાંકવાની દીલગીરી સાથે ફરજ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com