________________
૧૫૫
આરસને પથ્થર બેસાડવા કહયું અને પછી મૂકી હતી ત્યાં ને ત્યાં પાછી બેસાડવા કહયું.” મતલબ કે પ્રતિવાદીને હેતુ લાગણી દુખાવવાને નહોતો તેથી તેમનો ગુન્હો સાબીત ન ગણું છોડી મુકવામાં આવ્યા તેમાં શું જીત્યા હતા? એ કંઇ સમજી શકાતું નથી. છતાં આ ઠરાવની સામે સ્માએ વડોદરાની વરીષ્ઠ કોર્ટમાં અપીલ કરી હતી.
સામાધાન માટે હીલચાલ.
કેસ ચાલતા હતા તે દરમિયાન ઘરમેળે સમાધાન કરવાને જુદા જુદા પ્રસંગો શરૂ રહ્યા હતા. દરમીયાન એક વખત પાટણને હાટકેશ્વર . મહાદેવના મંદિરમાં જૈનો અને સ્માતે વચ્ચે નિરાકરણના ભાગે યોજવા પ્રયત્ન થતાં આપણા વકીલ મી. બ્રોકરે દરખાસ્ત કરી કે- “ અમદાવાદના બે જૈન અને બે સ્માતને પંચ નીમવા અને શંકરાચાર્યને તેના સરપંચ રાખવા અને તેમનાથી જે નિર્ણય થાય તે બન્નેએ સ્વીકાર.” આ વાતના સામે પાટણના જ પંચ ચુટવાની તકરાર સ્માએ રજુ કરવાથી તે વાત પડી રહી હતી.
વળી એક નવો પ્રયત્ન થતાં રાજમહેલમાં બંને પક્ષની મીટીંગ મળી અને જેનો તરફથી રા. મણીલાલ કેસરીસંગ તથા રા. નાગરદાસ કરમચંદ અને સ્માતે તરફથી રા. કરૂણશંકર કુબેરજી તથા રા. હરગેવનદાસ છગનદાસ મોદીના નામે પંચ તરીકે સ્વીકારી લવાદનામું આપ્યું પરંતુ તે ચાર મતે એકત્ર ન થઈ શકવાથી વાત પડી રહી. અને પુનઃ ત્રીજી વખત બને પક્ષ તરફથી શ્રીમાન સંપતરાવ ગાયકવાડને પંચ નીમવામાં આવ્યા પરંતુ તેમાં સ્માએ ખાસ લખેલ હતું કે-“જેનોએ રૂા. ૪૦૦૦ દેવા અને મહાદેવ વગેરેને દેરાસર બહાર પણ ધર્મશાળની અંદર પધરાવવા સુધીને નિર્ણય થાય તો જ તે સ્વીકા રશુ.” આ પ્રમાણે બાંધી માગણી થતાં તે વાત અધુરી રહી અને છેવટે આ કેસ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને બને પક્ષ તરફથી લવાદનામું લખી તેને અમલ કરવાની શરતે સોંપવામાં આવ્યું જણાય છે, એટલે ઉપરોક્ત ઇતિહાસ ઉપર દષ્ટિ રાખી અને પક્ષને ન્યાય આપી શાંતિ પ્રસરાવવામાં લવાદને જેમ વીચાર કરે પડયો હશે તેમ સમાજને પણ આટલી બીના પછી લવાદના ફેસલાની કિંમત આંકવાને ઠીક તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com