________________
૧૭૬
( ૯ )
પાટણ તા. ૧૮-૩-૧૯૧૭..
મુંબઇ, પ્રીયસ્નેહી ભાઈ મણીલાલ રતનચંદ વદ-આપ પત્ર પહોંચ્યા તમેાએ જે પ્રશ્નો પુછ્યા છે તેના જવાબ નીચે પ્રમાણે.
૧ જે વખતે કાટાવાળા શેઠને-લવાદનામું સોંપાએલું તે વખતે મહારી ન્યાતના તરથી મારી સહી મ્હારી ન્યાતના એ આગેવાનાએ નગરશેડ પોપટલાલ હેમચંદના નામે તેની પાસે કરાવેલી કારણ કે તે વખતે હું મુંબાઇ હતા. પણ મને પાટણ આવ્યા પછી મહારી સહી કેવી રીતે થઇ અને કાણે કરી તે સબધી મેં તપાસ કરી. તપાસ કરતાં જણાયું કે સંધ ભેગા થયેલા નહિ પણ અમુક ગ્રહસ્થાની દુકાને લવાદનામા ઉપર સહી કરાવેલી એટલે એ ઉપરથી સિધ્ધ થાય છે કે લવાદનામાં ઉપર સહીઓ સધ ભેગા થએલે ત્યાં થઇ નથી પણુ દરેકની સહી અમુક અમુક જગ્યાએ થએલી છે. અને તપાસ કરતાં તે પ્રમાણેજ થએલી જણાય છે. અને મહારી સહી નીચેના મજકુરથી થઇ છે.
સહીની અંદર શ્રીમાળીની ન્યાત તરફથી વહીવટ કરનાર શેઠ પોપટલાલ હેમચંદની સહી ૬: પાતે એ આગેવાતાના કહેવાથી.
આ પ્રમાણે–તપાસતાં જણાયું છે.
મારા અભિપ્રાય.
ઉપરની સહીમાં ન્યાત બંધાતી નથી તે હું વખત આવે પુરવાર કરી આપીશ-માટે તે કાયદાથી વિરૂધ્ધ છે.
પ્રશ્ન ૨. શેઠ પાશ વદ ૧૩ ને દીવશે,બપોરના થમણાજીની ધ શાળામાં ચુકાદાને ઠરાવ વાંચી સંભળાવેલા તે વખતે જૈન કામ તરફથી આશરે ૧૫ થી ૨૦ માણસ હાજર હતા અને તેમાં મુખ્ય શેઠીઆએમાંથી પણ ગેરહાજર હતા અને હું પણ ગેરહાજર હતા અને અમારી ન્યાતના મુખ્ય એ આગેવાને પણ ગેરહાજર હતા. એટલે તમાજ વિચાર કરી શકશે। કે શેઠના ઠરાવથી પાટણના સધે ખુશી થઈને સતાષ જાહેર કરેલે!
નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com