________________
૧૫ વિગેરે લઈને જાત્રાળુઓ ઉપર ચડી આવેલા અને ધાંધલ કરેલી, તે વખતે જે જાત્રાળુઓ સાહામા થયા હોત તો વખતે તોફાન થાત પણ અમે હોવાથી કોઈ જાતનું તેફાન થયું નથી. ફકત ગાળો દીધેલી.
ઉપર લખેલી હકીકત લખવાની જરૂર એ છે કે અમોએ સાંભલ્યું એ છે કે તમારા ઉપર જાત્રાળુઓએ એક અરજી કરી છે, તેમાં એમ લખ્યું છે કે ચોકીઆ ગામના લોકો સાથે ભળી ગયા હતા, એ વાત ખોટી છે, અને જાત્રાળુઓને પાટણ જતા બીક લાગવાથી અમારામાંથી બે - કીઆતો પાટણ મુકવા ગયા હતા.
આ ધાંધલ થયા પછી અમારા ઉપર હવાલદાર તરીકે કેટાવાલા તરફથી રજપુત નાથાજી ચતસંગને ( ગામડાના પિલીસ પટેલના ભાઈને) રાખવામાં આવ્યો છે. તો હવે ગામના લોકો જાત્રાળુઓને હેરાન કરશે. તે અમે જવાબદાર રહીએ તેવી સ્થીતિમાં નથી. તો આપ તેના માટે બંદોબસ્ત કરશે. તે સદર, લીચારૂપના શામલાજીના જન દહેરાસરના ચેકીઆતો
ઠા. હાથીજી હવાઇ સઈ, દ: પોતે ઠા ફતાજી દલાજી સઇ દ હાથીજી
હવાજી ધણીના કહેવાથી. પાટણ-શેઠ કોટાવાળા તરફથી શેઠ હાલાભાઈ બેચરદાસ તથા નહાલભાઈ લલુભાઈની સહીઓ લેવાના પ્રયાસો શરૂ ર્યા છે. અને સંભાળવા પ્રમાણે સહીઓ પણ કરી છે, આવી રીતે કોટાવાળા શેઠે પોતાના પક્ષમાં લેવાના પ્રયાસ જે શરૂ કર્યા છે, તેથી સમજાય છે કે પિતાને આમાં કાંઈ ધાસ્તી છે ખરી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com