________________
૧૮૬
રહે તેવા પગલાં આપણને લેવા યોગ્ય ભાસે છે ” “ હવે આગળ જે કોઈ કામ કરવા ચાહો તે મેતીચંદ કાપડીયા સેલીસીટર વિગેરે જિન ધર્મના ચુસ્ત હિમાયતી કાયદાના જાણુની સલાહ લઈ લેશે ” –“એટલુજ નહિ બલકે શ્વેતાંબર જૈન કન્સફરન્સ તેમજ “જૈન એસોસીએશન ઓફ ઇન્ડીયાના તરફથી પણ આ કામ થાય તો સદરહુ ચુકાદાના રજીસ્ટર્ડ થવાથી જે ભય ( તમે તરફથી) રાખવામાં આવે છે તેથી નિમુક્ત થઈ જવાશે – ભાગલાં પડતાં વાર નહિ લાગે પણ તે પાછા સાંધતાં ઘણાં વર્ષો લાગશે. માટે બકરી કાઢતાં ઊંટ ન પેસે એ ઉપર ધ્યાન આપવું” વગેરે.
. આ બાબતમાં મોતીચંદભાઈને અભિપ્રાય માગતાં તેમણે “ આ સઘળી બેટી ધમાલ કરે છે ' તેવી શીખામણ આપવાથી તેને પુછવાથી હેતુ જળવાતું નહોતું. વળી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને પુછવા જાય તે તેમણે તે કોન્ફરન્સ હેરલ્ડ (પુ. ૧૩ અં. ૪ ચૈત્ર, એપ્રીલ ૧૮૧૭) માં તે સબંધે ચોખું લખેલ છે. કે–
દીવાની-ફોજદારી કોર્ટોમાં તીર્થોના સબંધમાં આપણે જૈન ભાઈઓ નિર્થક ધન ખર્ચે જઈએ છીએ અને પરિણામે પૈસાની ખુવારી ઉપરાંત વિરોધ્ધ વધતો જાય છે. સમેતશિખર, અંતરીક્ષજી, મક્ષીજી, તારંગાઇ વગેરે તિર્થોના અંગે ધાર્મિક ઝગડાઓને મહત્વનું સ્વરૂપ આપી આપણે વેતામ્બરે અને દિગમ્બરે લાખો રૂપિઆની ખુવારી કર્યો જઈએ છીએ તેટલાજથી જ નહિ અટકતાં વળી ચારૂપના એક નવા કેસે મહટું સ્વરૂપ ધારણ કરેલ અને આ કેસમાં આપણે સ્મા પક્ષવાળાઓ સામે તકરારમાં ઉતરવું પડેલ. બંને પક્ષેને હજારો રૂપિઆના ખર્ચમાં ઉતરવું પડયું છે. અને કેસ ભવિષ્યમાં કેવું સ્વરૂપ લેશે તે સમજી શકાતું નહેતું કોર્ટથી ગમે તે પ્રકારને ફેંસલો થાય તે પણ બંને પક્ષ વચ્ચે હમેશને માટે વિરોધ રહે તે દેખાવ થઈ પડ હતું. ચારૂપ કેસમાં બંને પક્ષ તરફથી કામ કરતા પાટણના આગેવાને સમાધાનીથી નીકાલ ન કરે તે પાટણની પ્રજા વચ્ચે કાયમને માટે કુસુપ રહે તેવો દેખાવ નજરે પડત હતા. ગાયકવાડ સરકારના ભાઈ મે. સંપતરાવ ગાયકવાડે બંને પક્ષો વચ્ચેની આ તકરારનું સમાધાનીથી નિરાકરણ કરાવવા ઘણી જ મહેનત કરેલ પરંતુ તે બર આવી ન્હોતી. વડોદરા રાજયની વરિષ્ટ કોર્ટ સુધી આ તકરાર ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com