________________
૧૫૭
શંકર પાર્વતી અને ગણપતીની મુર્તીઓને સ્માર્ત ભાઈઓએ આ નાકાની વગર નીરાકરણ કરેલ બહારની ઓરડીમાં પધરાવી છે અને તેથી ફેસલામાં જણાવવા પ્રમાણે રકમ અને જમીન છુટી પાડી નાંખી આ કેસને સદાને માટે અંત આવ્યો છે તે જાણી સર્વે કોઈ ખુશી થશે.
* અમારૂં કર્તવ્ય પણ આટલેથી પુરૂં થાય છે, છતાં લવાદના ઠરાવનું ગાંભીર્ય સમજવાથી અશાંત જીવોને પણ શાંતી વળે અને જૈન સમાજ હવે કાયદેસર સંઘનું બંધારણ યુક્ત બોર્ડ નીમવાની જરૂર છે તેમ જોઈ શકે તે માટે કેટલીક હકીક્ત હવે પછી રજુ કરીશું.
પરિશિષ્ટ ૪૩.
જૈનશાસન. જેઠ સુદી ૩ બુધવાર વી. સં.ર૪૪૩ ચારૂપ પાટણ કેસ ઉપર કરવામાં આવતે ઢાંકપીછોડે.
શેત્રંજની બાળ કેણ ખેલે છે?
(૩) ચારૂપ તીર્થ માટે લવાદે આપેલા ચુકાદા સામે મુનિમહારાજાઓના તેમજ પાટણના સંઘ તરફથી તે ઠરાવને રજીસ્ટર નહીં કરાવનારા ઠરાવો કર્યા છે, વિગેરે બાબતોનું દીગદર્શન જૈન સમાજનું તે તરફ ધ્યાન ખેંચવા આ પત્રકારે જયારે લખવામાં આવે છે, ત્યારે તે સામે ભાઈબંધ પત્ર તે વાતને વજુદ વગરની કહી તેને સામે પિકાર ઉઠાવે છે, અને તે પિકાર કેટલો સત્યથી વેગલ છે તે અમારે બતાવવું તે અમારી ફરજ છે, તેમ ધારી ગઈ તા. ૧૩-૫-૧૯૧૭ ના જૈન પત્રમાં ચારૂપતિર્થના વિચ્છેદ માટે થયેલ હીલચાલ ” એ મથાળાવાળા અગ્ર લેખમાં જે બીના જણાવી સમાજને અવળે રસ્તે દેરવા તેમજ અમારા ઉપર જે આક્ષેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com