________________
૧૩૦
ઠરાવ ત્રીજે. ચારૂપની અંદર હજુ પણ આપણે તીર્થની તેમજ પ્રભુની આશાતના સ્માતે કરે છે તેથી ભગવાનને અત્રે લાવવા તે અંગે એક કમિટી નિમી તેને સત્તા આપી કે તેના માટે પુરતો વિચાર કરી યોગ્ય લાગે તે ઠરાવ કરવાની સત્તા આપી.
ઉપર મુજબ ત્રણે ઠરાવો સર્વાનુમતે પસાર થયા પછી બાબુ સાહેબ રતનલાલજી ચુનીલાલએ જ્ઞાન મંદીર બાંધવા માટે જે રકમ આપી ઉદારતા દેખાડી છે અને તે જ્ઞાનમંદીર બાંધવા માટેની જગ્યાની રકમ નક્કી કરવાની નગરશેડને સત્તા આપી હતી અને રાતના ચાર વાગ્યાના સુમારે સંઘ વીજન થયો હતે.
ઉપરના પાટણના નગરશેઠના તમામ નાતેના એકત્ર થયેલા સંધ સમક્ષ ખુલાસા કરવામાં આવ્યા છે. તેથી સમજી શકાય છે કે ચારૂપ તિર્થના ફેસલાનું લવાદનામું કાયદેસર હતું જ નહિ. પણ એક જાતની શેત્રજની બાજી ખેલાઈ ગઈ છે અને તેને વળગી રહીને પિતાનું ગૌરવ વધારવા જુદે જુદે સ્થળે ચુથણ કરવાના પ્રયાસ શરૂ થયા છે. વળી ભાઈબંધ પત્રકાર ત્યાંના સથે ચારૂપતીર્થની શામળાજીની પ્રતીમાજીને પાટણ લાવવાના સંબંધમાં કમીટી નીમાઇથી તેમજ અમારી વધુ તપાસને પરીણામે જેવાયું છે કે આ તીર્થ ઉચ્છેદની વાત સત્ય નથી પરંતુ એક શેત્રજની બાજી ખેલાઈ છે અને તેમાં અજ્ઞાન પાયદળને વર ક્ય છે.” વાહ, અધિપતીરાજ, આપે તપાસ તે સારી કરી જણાય છે. તમે પાટણના નગરશેઠને અજ્ઞાન પાયદળ બનાવવા લાગે છે. આપની દ્રષ્ટિમાં તમામ નાતના આગેવાનોએ ભેગા થઇ કરેલો ઠરાવ પણ અજ્ઞાનીઓએ કર્યો છે એમ કહેવાને આંચકો ખાતા નથી ખેર, આપની દ્રષ્ટિમાં તેમજ હશે, પણ જરા બારીક તપાસમાં ઉતર્યા હતા તે તમારે સત્યને બહાર લાવવા આમ વરાળના બાચકા ભરવા પડતા નહિ પણ તમારે તેવી તસ્દી શા માટે લેવી પડે ? વળી અધિપતીરાજ લખે છે કે “વાદી પ્રતિવાદી તથા કાર્ય વાહકોએ સંપૂર્ણ સત્તા આપી હતી, જે વધુ પ્રમાણેથી અમો હવે પછી બતાવવાના છીએ. , અધીપતીરાજ, આપને તસ્દી લેવાની કંઈ પણ જરૂર નથી, તમારી બારીક તપાસની મુશ્કેલી ઓછી કરવા અમે ઉપર નગરશેઠને પુછેલા સ્વાલ તથા જવાબોનું દીગદર્શન કરાવી ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com