________________
૧૫૧
૩૦૦ દંડ અગર છ માસની સખ્ત કેદ અને બીજા ચારને રૂા. ૧૫૦ ને દંડ અગર ચાર માસની સખ્ત કેદ ભોગવવાને હુકમ થયે. કે જે સામે મહેસાણાની કોર્ટમાં અપીલ થઈ.
બીજી તરફથી સ્માર્ત સામે આપણે માંડેલા કેસમાં સ્માર્ટોએ જબરજસ્તીથી આપણા દેરાસરમાં દાખલ થઈ આપણે હક કબજે છતાં હવન કરી આપણી લાગણી દુખાવી કેસ ચાલ્યો જેમાં કોર્ટે પ્રતિપક્ષીઓને નિર્દોષ ઠરાવ્યા તથા તે માટે મેસાણુની કોર્ટમાં આપણે અપીલ કરી જેમાં પણ તે નિર્દોષ ઠર્યા.
વળી તા. ૨૫–૮–૧૫ ના રોજ પાટણ વિભાગના ફોજદારી ન્યાયાધીશે કેસના છેવટ સુધી મંદીર સરકાર કબજે લેવા હુકમ કાઢયો અને છેવટ દરેકને છુટ આપવાના ઠરાવ સાથે તે હુકમ તા. ૧૧-૧૧-૧૬ ના રેજ રદ કર્યો.
આ પ્રમાણે આપણું લાગણી દુખાવવાના કેસને આશ્રય ન મળવા સાથે સ્માર્ટોના મુનિ ઉથાપનના કેસમાં પણ અસંતોષ થવાથી આપણે તે સામે મહેસાણાની કોર્ટમાં અપીલ કરી જેનો ફેંસલે આજના અંકમાં બીજે સ્થળે અક્ષરશ: પ્રગટ કરેલ છે. તેથી જેવાશે કે તેમાં આપણા પાંચે ભાઈઓ તહેમતથી મુક્ત થયા છે અને તે રીતે તહોમત દુર થયું તેને અર્થ આપણે કેસ જીત્યા તેમ તકરાર ઉઠાવનાર વ્યક્તિઓ માને છે,
ફેંસલામાં શું છયા ? મહેસાણાની કોર્ટે આપણે ત્યા” એમ માનનારાઓને આપણે પુછીશું કે તેમાં જીતવા જેવું શું હતું તે કૃપા કરીને તેઓ બતાવશે તે ઉપકાર થશે.
એક પતી ગયેલ વાતને બહુ ગંભીર રૂપ આપી ધમસાણ મચાવનાર ભાઈબંધ છત્યાની વ્યાખ્યા કરે છે કે –“પબાસનને કેટલોક ભાગ રીપેર કરવાનું હતું એટલે ત્યાં બિરાજતી શંકર પાર્વતીની પ્રતિમા કે જે પ્રતિષ્ઠા કરેલી નહિ પણ છુટી હોવાનું કહેવામાં આવતું હતું તેને બહારના રંગ મંડપમાં મુકવામાં આવી અને ભીંતમાં ગણપતિના સ્થાનક પાછળ આરસ જડવાનો હતો તેથી ગણપતિને રંગ મંડપમાં મુકવાનું કહેવાય છે. આમ કરવાનો ઉદ્દેશ જરા પણ હેવી કે ઇષોખાર નહોતે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com