________________
૧૫૦
ભય રહે છે અને તેથી તેવા પડદા ઉપાડવા પુર્વે અમે કેસનું વસ્તુસ્વરૂપ રજુ કરવા જરૂર વિચારી છે.
આરૂપ કેસને જન્મ. ચારૂપમાં આપણું શામળાજી પાર્શ્વનાથનું દેરાસર તથા પ્રતિમાજી ઘણા પ્રાચીન કાળથી છે તેને કુલ વહીવટ છેલ્લા સાઠ વર્ષથી પાટણના સંઘે અખલીતપણે કર્યો છે તેમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. આ મુદત દરમ્યાન તથા પુર્વે કદી પણ મતભેદનું કારણ ઉત્પન્ન થયું ન હતું. કેમકે પ્રભુનું અધિષ્ઠાયક બળ અલૈકિક હેયને સર્વ કેમ તેમના પ્રત્યે પુજય બુધ્ધિ ધરાવતી રહેલ છે. આ પવિત્ર ભૂમિ પાટણથી દુર ગામડામાં હેવાથી અને વહીવટ કરનાર કમિટિ પાટણમાં વસતી હોવાથી ગમે તેવા સંજોગ વચ્ચે દેરાસરના મુળ ગભારામાં પબાસણ ઉપર શંકર, પાર્વતી અને ગણપતીની મુર્તિ દાખલ થઈ હતી અને ત્યાં જળવાઈ રહી હતી. કેસ દરમિયાન લેવાએલી જુબાનીમાંથી કે ચર્ચા કરનારાઓના તરફથી તે મુતિયો કયારે કેવી રીતે દાખલ થઈ તે માટે જોઈતા પ્રમાણુ હજી બરાબર આવ્યાં નથી. પરંતુ એટલું અનુમાન કરવું ખોટું નથી કે બ્રાહ્મણ પુજારીની સગવડે તેમ થવા પામેલ હોય અને તે વાતને પુજારીની અનુકુળતા માટે જતી કરવામાં આવી હોય.
આ મુર્તિ જરા નિચાણમાં હોવાથી ત્યાં પાણી ભરાતાં રીપેર કામ કરવાને તેને તા. ૨૩-૯-૧૯૧૫ ના રોજ ઉખેડતાં સ્માતેં ઉશ્કેરાઈ જવાથી તેમણે પાટણની કોર્ટમાં ફરીયાદ રજુ કરી હતી અને બીજી તરફથી પિતાના કાયમી હક અને સત્તા ઉમેરવા ત્યાં મુળ દેરાસરમાં હ વન કરી ભગવી ધજા ચઢાવીને આપણી લાગણી ઉશ્કેરી હતી. જેથી આપણે પણ તેને સામે બળાત્કારે પ્રવેશ કરી લાગણી દુખાવવાની ફરીયાદ કરી. આ રીતે પરસ્પર જૈન અને સ્માર્ટ કોમ વચ્ચે તકરારનું રૂપ વધી પડયું અને સાથે રહી આનંદ કરતી બે આગેવાન કેમ મીત્ર મટી શત્રુ ઈઈ.
. મહેસાણા કેટને ઠરાવ. આ કેસ પાટણની કોર્ટમાં ચાલતાં મુર્તિ ઉખેડવા અને તેમાં મદદ કરવાને આરેપ મુકીને પાંચ જેનેને ઘસડવામાં આવ્યાં. જ્યાં એકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com