________________
૧૩૨
પુરે પાડવા વચન આપેલ હતું. તે પ્રમાણે આ પ્રસંગે કેટલીક વધુ વિગતે રજુ કરીએ તે પૂર્વે આ ગપ ગોળાના પ્રકાશકને જાણે આ કેસ અંગત વિષય હોય તેમ દુઃખ થયું જણાય છે અને તેથી તેઓને અહીંથી તહીં નવા નવા ઘોડા દેડાવવાને શ્રમ સેવતાં જોઈ આશ્ચર્ય થાય છે.
પત્રકાર તરીકેનું કવ્ય કદાગ્રહ, કુસંપ કે ઈષ્યના વાતાવરણ ઓછા થાય તેવો યત્ન કરવાનું અને સત્ય શોધનની દષ્ટિએ આગળ વધવાનું છે. તેથી આવી ચર્ચાઓને અગંત કરી કાળક્ષેપ કરવાનું અમે ૫સંદ ન કરતાં તેમના વિચારમાં ગોથા ખાવા ન જતાં આપણને જે નવું જાણવાનું મળી જાય છે તે પર વિચાર કરી મૂળ હકીકત પર આવવું અમે દુરસ્ત ધારીએ છીએ.
જ્યારે અમે ચુકાદાનું તેલન કરવાનું સમાજ ઉપર છોડી આખો કેસ સ્પષ્ટ કરવાનું જણાવ્યું હતું ત્યારે તેઓએ શરૂઆતમાં જ કેટલાક મુનિ મહારાજાઓ અને ગૃહસ્થોના અભિપ્રાયોથી ચુકાદ એકપક્ષી હોવાનું જણાવી અનભિજ્ઞ સ્થિતિમાં જ કોમને આડે માર્ગે ખેંચી જવા પ્રયત્ન કર્યો હોય તેમ જોવાય છે.
તેઓ ચોક્કસ મુનિરાજે અને વ્યક્તિઓના અભિપ્રાય પ્રગટ કરી તેટલાથી જ ચુકાદ એકપક્ષી હોવાનું જણાવે છે તે પછી પશ્ન એ થાય છે કે તે અભીપ્રાય આપનાર મંડળે કેસને પૂરતે અભ્યાસ કરી વિચારો (અભિપ્રાયો) જણાવ્યા છે કે નિર્ણયાત્મક ઠરાવ જણાવ્યા છે ? જે નિર્ણયાત્મક ઠરાવો હોય તે તે મંડળ હિંદના સંધ તરફથી અગર તે પાટણના સંઘ તરફથી સત્તાવાર ચુંટાએલ પ્રતિનિધીઓનું મંડળ છે કે કેવળ મુંબઈથી તેમને મળેલ પત્રો અને એવોર્ડની મથાળું વધારેલી નકલ વાંચવા પછીને અભિપ્રાય છે, તે સંઘે તપાસવું જોઈએ. કેમકે મુંબઈથી જે એવોર્ડની નકલ મોકલાઈ છે તેમાં મથાળે “મેસાણાની કોર્ટમાં ચારૂપ કેસ જીત્યા પછી અપાએલે એવોર્ડ” એ શબ્દ મુકાયા છે તેમજ પત્રમાં આપણુ તિર્થની કફેડી સ્થિતિ દર્શાવી છે તે પછી આવી ઉપલક બીના રજુ કરી ધાર્મિક પ્રેમની લાગણને ઉશ્કેરવાના પરીણામે જે લખાય તે છેવટને અભિપ્રાય માની લેવાને સમાજ તૈયાર હોય તેમ અમે માનતા નથી. એટલું જ નહિ પણ મેસાણાની કેટે આપણુ લાભમાં શું ફેસલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com