________________
૧૪૭
અમે કટાવાળા શેઠને એટલું જ પુછવા માગીએ છીએ કે ફેંસલો આપતી વખતે નિષ્પક્ષપાત બુધિ હતી કે કાંઈ સ્વાર્થ સાધવાની વૃત્તિ • હતી ? સ્માર્ત લોકો હેરાન કરશે એવી કદાચ ધાસ્તી લાગી હોય ? અને થવા પૈસાની ધીરધાર ચારૂપ વગેરે ગામમા કરતા હોય અને તેથી કદાચ એમ લાગ્યું હોય કે તે લોકોની મરજી સાચવવી. પરંતુ જગતમાં જીવન ક્ષણિક છે, લક્ષ્મી અસ્થિર છે, માત્ર ન્યાય અને નિતીમય જીવન જ લોકોની યાદદાસ્તામાં રહે છે. માણસ આમ સમજે છતાં અમુક વૃત્તિને આધીન થઈ અમુક કાર્ય કરી નાખે એ સંભવિત છે. માણસની બુધ્ધિની મર્યાદા હોય છે એટલે ભુલ થઈ જાય પણ જે પિતાની ભૂલ કોઈ દેખાડે તે તેને મમત્વથી ખોટો બચાવ નહિ કરતાં ભુલ સુધારવી તેમાંજ મનુષ્યની શોભા છે. ભુલનો ઢાંકપીછોડ કરો અથવા તો તે ભુલ નથી એવો બચાવ કરવા જુદે જુદે સ્થળે પ્રયાસો શરૂ રાખી પોતાના તરફ દેરવવા પેરવી કરવી તે કઈ રીતે શોભાસ્પદ નથી. અમારું કહેવું એવું નથી કે મી. કોટાવાળાએ પક્ષપાત કર્યો છે, પરંતુ એટલું તે કહી શકીએ છીએ કે લવાદ તરીકેનું કર્તવ્ય બજાવવામાં તેઓ કંઈક એકપક્ષી દોરવાઈ ગયા હોય તેવો અમને ભાસ થાય છે. જૈન સમાજનું કર્તવ્ય અને આ કેસના ફેસલા ઉપર આ
પણું ધમની ભવિષ્યની સ્થિતિને આધાર
જે આ કેસના ફેસલાને થએલ ઠરાવ કાયમ રહેશે તે તેનું પરી. ણામ એ આવશે કે ભવિષ્યમાં જ્યારે જ્યારે આવી જાતના વાંધા ઉઠશે ત્યારે ત્યારે આ દાખલો હીંદુ બતાવશે, અને આ પ્રમાણે આપણું હકો ખુંચવાઈ જશે. મારવાડ આદી ઘણાં દેશોમાં આપણું દેરાસરમાં ઘણી ઘણી જાતની અન્ય ધર્મની મુતિએ જોવામાં આવે છે. એટલે તે તે ધર્મના અનુયાયીઓ પણ આપણું દેરાસરે ઉપર અને તેની મિલકત ઉપર હક ધરાવશે. જે આ પ્રમાણે થયા કરશે તે ધર્મને કેટલો ધકકો પહોંચશે તેને વિચાર કરવાનો છે. અગાઉના વખતમાં બ્રાહ્મણોનું જ્યારે પ્રબળ જોર હતું ત્યારે તેઓએ આપણું દેરાસરમાં શિવલીંગ બેસાડી દીધા છે. અને ત્યારના બ્રિટીશ રાજયમાં એ જુલમ થવો અસંભવિત છે. પણ કોઈ કઈ વાર પૂજારી પોતે બ્રાહ્મણ હોય અને ગામમાં કે જૈનની વસ્તી ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com