________________
૧૩૪
વળી “આ પ્રમાણે જેમ વિરૂદ્ધ અભિપ્રાં તેમણે બહાર મુક્યા છે તેમ વ્યાજબીપણું દર્શાવનારા અભિપ્રાયો પણ તેથી વધારે સંખ્યામાં બહાર આવ્યા છે. જેમાંના કેટલાક અમે અગાઉ પ્રગટ કરી ગયા છીએ ત્યારે તે ઉપરાંત મુનિ યત્નવિજયજી, (શ્રીમાન કર્પરવિજયજી મહારાજના શિષ્ય) મુનિ મુક્તિવિજયજી, (પંન્યાસજી નીતિવિજયજીના શિષ્ય) મુનિ અમરવિજયજી, મુનિ બાળવિજયજી (પન્યાસ ચતુરવિજ્યજીના શિષ્ય) મુનિ તિલકચંદજી, આચાર્ય કૃપાચંદજી, મુનિ ભક્તિમુનિ, મુનિ દર્શનમુનિ, મુનિ અવદાતવિજયજી, મુનિ રિદ્વિમુનિજી, મુનિ દેવમુનિજી, મુનિ જયવિજયજી વગેરે મુનિ મહારાજના અભિપ્રાયો અમને મળ્યા છે જે સઘળાને સાર એ છે કે-“જે ફેંસલો અપાયો છે તે બરાબર યોગ્ય છે. તેમાં જૈન કોમને કે જેને ધમને કોઈપણ જાતને બાધ આવતું નથી.” આ અભિપ્રાય વાંચવા પછી હવે કયા અભિપ્રાયો ઉપર દ્રઢ નિર્ણય કરે તે ગુંચવણી ઉભી થાય છે, અને તેટલા ઉપરથી જ જે એક પક્ષી માની લેવાની ઉતાવળ કરી હોય તે હવે તેઓ આવી ઉતાવળની પાછળ એક બે નહિ પણ દશ વીશ પક્ષીઓને ઉડતા જોઈ પિતાને નિર્ણય જરૂર સુધારશે તેમ ભલામણ કરવી અસ્થાને ગણાશે નહિ. કેમકે અત્યારે ચુકાદો એકપક્ષી કહેનાર તેજ ભાઈબંધે પોતાના ૧૮-ર-૧૭ (ફાગણ વદી ૬) ના અંકમાં જણાવેલું છે કે
આપણા સમજુ અને દાનેશમંદ તરીકે ઓળખાતા લવાદે તત્વ સંબંધી યોગ્ય વિચાર કરી શ્રી સંઘને અત્યારે આ કેસને લીધે રૂ. ૨૦૦૧) તથા જમીન ઇમલ વગેરે જે આપવા ઠરાવ્યું છે તે યોગ્ય
છે. જો કે એથી પણ વિશેષ દ્રવ્ય આપી શ્રી જીન મંદિરથી કેવળ અ- લગ સ્થાને જ સનાતન ધર્મીઓના દેવનું મંદિર રયાપવાનું ઠરાવ્યું હત તે વિશેષ રેગ્ય ગણી શકાત. આ ભાવિ ભય હોવા છતાં પણ સાંપ્રતની પરિસ્થિતિને વિચાર કરતાં શેઠ પુનમચંદ કરમચંદ કોટવાળાએ જે નિર્ણય કર્યો છે તેને માન આપી સંતોષ માની લેવો તે કઈ રીતે પણ અયોગ્ય નહીં જ લેખી શકાય. અમે ઈચ્છીશું કે હવે આ લવાદને નિર્ણય છેવટને જ ગણવામાં આવે તે ઉભયપક્ષને લાભદાયક નીવડવા સંભવ છે.”
આ પ્રમાણે તેઓ ચુકાદે વ્યાજબી છે તેમ સ્વહસ્તે જણાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com