________________
૧૪૧
સંધમાં ચાલતા હતા તેવામાં આ તકરાર ઉભી થઈને “ કાગને વાઘ” કરવા શ્રાવકો તેમ મુનીરાજે તૈયાર થયા છે અને કટાવાળાના ઠરાવને તીરસ્કારી કાઢયો છે. બંધુઓ વિચારો કે તકરારો કરવાનો સમય નથી. ઠરાવ રૂચીકર ન હોય તો તેને માટે શાંતીથી સમાધાન કરવારૂપ પલાં લેવાં પરંતુ નકામે કોલાહલ ઉભું કરી સંઘની શાંતીને ભંગ કરવો યોગ્ય નથી. લક્ષબિંદુ ન ભૂલે.
લી. દાસ અમૃત, મુ. કલકત્તા.
(૩). આજના જૈન પત્રમાં ચારૂપના કેસની ગભરામણથી કઈ તોપ મારૂઓએ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજને ચારૂપની યાત્રા જતાં ગભરાવ્યા તેથી તે યાત્રા ગયા નહિ એમ બીજે પ્રગટ થયેલ છે એવું જ. ણાય છે, તે અયોગ્ય છે. કારણકે અમને પુનમચંદ શેઠે પણ યાત્રામાં સાથે આવવાની માગણી કરી હતી તેમજ બીજા પક્ષના આગેવાનોએ પણ અમારી સાથે આવવાની માગણી કરી હતી, પરંતુ ખાસ અમારી મનોવૃત્તિ નહતી તેથી ગયા નહોતા. પાટણના વહીવટદાર સાહેબ સેવાભભાઈએ પણ જાત્રામાં સાથે રહેવાની ઈચ્છા દર્શાવી હતી તો પણ અમારી ઈચ્છા નહતી માટે ગયા ન હતા એ પ્રમાણે હકીકત છે.
લી. (આચાર્યશ્રી) મુનિ બુદ્ધિસાગરજના ધર્મલાભ.
પરિશિષ્ટ ૪૧. જૈન શાસન. તા ૧૬મી મે ૧૧૭ વૈશાખ વદી ૧૦ વી. સં. ર૪૪૩ ચારૂ–પાટણ કેસ ઉપર કરવામાં આવતે
ઢાંક પીછડો. શેત્રુંજની બાળ કેણ ખેલે છે? આ કેસના ફેસલા ઉપર આપણા ધર્મનું
લટકતું ભવિષ્ય સત્ય શું છે?
અત્યાર સુધીમાં આ કેસ જૈન પ્રજામાં એટલે બધા ચર્ચા છે, છતાં તેના મહત્વનો ખ્યાલ ઘણા થોડા મનુષ્યોને છે અને તેટલા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com