________________
૧૪૨
શરૂઆતથી અત્યાર સુધી આ કેસનું શું થયું છે, તેને અમે સમાજ સમક્ષ રજુ કરીએ છીએ, કે જેથી તેમાં સમાજ જાણી શકે.
આખે અહેવાલ સત્ય શું છે તે
ચારૂપનું વર્ણન.
ચારૂપ એ એક નાનું ગામડું છે અને પાટણથી ચાર ગાઉ ઉપર આવેલું છે, ત્યાં આપણું એક દેરાસર છે, જે ધણું પ્રાચીન છે, તે ગામની વસ્તી ૧૦૦ ધરની છે. જે બધા ઠાકરડાનીજ વસ્તી છે, ઠાકરડા સધળા ખેડુત છે. અત્રે જૈન એક પણ ધર નથી.
શામળા પાર્શ્વનાથજીની પ્રતિમાના ઇતિહાસ.
1
આ પ્રતિમાજીની સ્થાપના કોણે અને કયારે થઇ તે વાત તદન અંધારામાં હતી. મુર્તિ ભવ્ય, અલૈકિક અને આકર્ષીક હાવાથી પ્રાચિન હાવી જોઇએ એમ લોકમત પ્રચલિત હતેા, પણ તે સાબીત કરવાનું સામર્થ્ય તે સમયે કાઈમાં ન હતું કેટલેએક કાળ વ્યતીત થયા પછી આ ચારૂપ ગામના દેરાસરના વહિવટ જ્યારે વકીલ લહેરૂચઃ ડાહ્યાભાઇના હસ્તક હતા ત્યારે તેમણે શેાધખેાળ શરૂ કરી. તેને પરિણામે આપણુને જણાવ્યું કે આ પ્રતિમાજી પ૮૬,૬૬૨ વર્ષ ઉપર ભરાવેલા છે. આટલી જુની પ્રતિમાજીતા ઇતિહાસ પણ રસમય હાવેાજ જોઇએ, અને તે જાણવાની સૈા કોઇ શાસનપ્રેમીને જીજ્ઞાસા થાય. તપાસ કરતાં એમ જણાય છે કે શ્રીકાંતનગરીને ધનેષ નામને શ્રાવક દરિયાઇ સરે જવા માટે વહાણમાં ખેડા અને વહાણુ હંકારવાના હુકમ કર્યો. પરંતુ તેના અધિષ્ઠાયક દેવતાએ તે વહાતે સ્થંભન કરી દીધું હતું. એટલે ધનેષે તે વ્યંતર દેવતાની વિધિપૂર્વક પૂજા કરી, ત્યારે તે વ્યતર દેવે પ્રસન્ન થઈ સમુદ્ર ભૂમિમાંથી શ્યામ વણુની ૩ પ્રતિમાએ લાવી શેઠને તેની પ્રતિષ્ઠા કરવાનું કહ્યું. આ ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com