________________
૧૩૮
થવા પામી છે અને તેથી જ આ સર્વ વાત ઉપર ઢાંક પીછોડો કરીને દુરના નેતાઓને અંધારામાં રાખી ઉલટા વિચાર લઈ જવાનો પ્રયત્ન થયો હોય તેમ માનવું અસંભવીત નથી. આ બાબત અમે કંઈ પણ એકકસ તર્ક કરીએ તે કરતાં બનેલી હકીકત રજુ કરીને તેને તોલ કરવાનું કામ સમગ્ર સમાજની સત્તા નીચે રહેવા દેવું અમે દુરસ્ત ધારીએ છીએ.
ઉપર જોઈ ગયા તેમ કેસનો ચુકાદ લવાદે પિશ વદી ૧૩ ( તા. ૨૧–૧–૧૭ ) ના જ લવાજે વાંચતી વખતે જૈને તેમજ સ્માર્યો હાજર હતા. એટલું જ નહિ પણ ચુકાદ વંચાઈ રહેવા પછી લવાદને બંને પક્ષ તરફથી હારતોને સત્કાર કરવામાં આવ્યો હતો. તે બતાવે છે કે, લવાદની સેવા તરફ તે પ્રસંગે બને પક્ષની એકસરખી પૂજ્ય લાગણી અને હાનુભૂતિ હતી.
ચુકાદો અપાયો તે પ્રસંગે મહેસાણાની કોર્ટમાં આપણા તરફથી માં ઓં સામે તેમણે હવન કરી આપણી લાગણી દુખાવી છે તે કેસ હતો. પરંતુ ચુકાદો સાંભળવા પછી પિશ શુદી ૭ (તા. ૩૧-૧-૧૭) ના રોજ રાજીનામું આપી આપણે કેસ પાછા ખેંચી લીધું છે. તેજ બતાવે છે કે થયેલ ચુકાદે સર્વ પ્રિય હતા અને તેથી જ આ તકરારનું આટલેથી છેવટ આવ્યું છે તેમ માની કેસ પાછા ખેંચી લેવામાં આવ્યું હોય.
આ પ્રસંગે જ વડેદરા વરીઝ કોર્ટમાં સ્માર્લોએ આપણા વિરૂદ્ધ મહાદેવ ઉત્થાપન કેસની અપીલ રજુ કરેલ હતી તે પણ તેમણે મહા વદી ) તા. ૨૧-૨-૧૭ ના રોજ પાછી ખેંચી લઈ કેસની માંડવાળ કરાવી છે.
આ સંઘની મીટીંગમાં એક વાત ખાસ ધ્યાન ખેંચનારી એ છે કે જે મેસાણે જઈ કેસને માટે પિતે એકવીસ દિવસ અગાઉ રાજીનામું આપેલ હતું અને જે રાત્રે મીટીંગ મળી તે દિવસે કોઈના ટાઈમે વડેદરે સ્માર્તભાઈઓએ રાજીનામું આપી દીધું હતું. આ રીતે જ્યારે ચારૂપના કેસનું સદાને માટે છેવટ આવી ગયું હતું ત્યારે પછી તેજ રાત્રે આવા સવાલ જવાબ કરી શાંતિ અને મૈત્રીના જમાનામાં અશાતિનું નવું પ્રકરણ ઉઘાડવાનું કારણ શું હશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com