________________
૧૩૬
જ પિતાની ભાવના ખુલી પડી જતી જોઈ અમને દયા આવે છે. કેમકે અમે પાટણના નગરશેઠને અજ્ઞાન હોવાનું બીલકુલ જણાવ્યું જ નથી. એટલું જ નહિ પણ નગરશેઠને સમાજને પરીચય કરાવ્યો છે, ત્યારે ભાઈબંધે પ્રોની હારમાળા મુકવામાં કાચું કાપી નાખેલ છે તે તેમને ભાગ્યે જ ખબર હશે. એક ગામના નગરશેઠ સંઘમાં મુકદમો રજુ કરતાં • તેવું સંભળાય છે.” “મને ખબર નથી મને પુછયું નથી.” એવા અજ્ઞાનસુચક જવાબો પ્રગટ કરી તેઓ શું એમ બતાવવા માગે છે કે સંધ કે જ્ઞાતિ જેવી સમર્થ સત્તા પોતાના કામકાજ માટે રીતસર દફતર કે વિશ્વાસપાત્ર નેંધ રાખતી નથી અગર એટલી તે અધુરી રાખે છે કે જ્યારે જે જોઈએ તે તેઓ ભરૂસાપાત્ર રીતે પુરૂં પાડી શકતા નથી. ભલે આમ થતું હોય તે પ્રસંગે તેમાં સુધારણ કરવા અને કાયદાસર સંધની વ્યવસ્થા રાખવા સુચવવું દુરસ્ત હતું. જ્યારે અત્યારે તેવા અજ્ઞાનતાસુચક દ્રશ્ય મુકી ઉપરથી અન્યને નામે ટકોર કરવાથી લાભ શું? એક વિશાળ સંધ ઉપર આગેવાની ભોગવનાર ગૃહસ્થ આવો ઉશ્કેરણીમાં ફસાય જાય તે માનવું ભૂલભરેલું છે. શેઠાયને અર્થ જ જાહેર હિમ્મત જનસેવા અને એક વચને સત્યને સંબંધ જાળવવો તે જ છે. અને તે પ્રમાણે નગરશેઠે આ પ્રશ્નમાળામાં સ્પષ્ટ જણાવ્યું છે કે “લવાદનામામાં મેં સહી કરી આપેલી” વળી આગળ જતાં ઉતરમાં જણાવે છે કે “મેં કહેલું કે આ લવાદનામા ઉપર દરેક નાતના શેઠીયાએ તથા દરેક નાતના આગેવાની સહીઓ કરાવવી. ” આ પ્રમાણે સંઘના નગરશેઠ એક કાર્યમાં સહી કરે અને દરેક ન્યાતના આગેવાનોની સહી કરવાને આજ્ઞા કરે છે તેજ બતાવી આપે છે કે લવાદનામું સંધની એકમતીથી અપાયેલું હેઈને તેના દરેક શબ્દો સ્વીકારવાને તેઓ પિતાની કર્તવ્ય દ્રષ્ટિથી તેમજ કાયદાથી બધાએ લાજ છે. અને તે ફરજની રૂએ સ્માર્યોને જમીન તથા રકમ વગેરે ચુકાદા પ્રમાણે સોંપવામાં પાટણના સંઘે ડહાપણ કર્યું છે.
હવે અમે કેસના મુળ મુદા ઉપર આવીએ તે પૂર્વે યાત્રીકોને પુનઃ જણાવવા તક લઈએ છીએ કે આ પ્રાચિન તિર્થ નિરાબાધ અને નિર્ભય સ્થિતિમાં છે. અને બહાર આવેલ ગપ તે ગપ જ છે માટે તેની પવિત્ર યાત્રાને લાભ લેવાને ચુકવું નહિ. કેમકે એ ખબરો બહાર આવ્યા હતા તે પણું કેટલાક સત્યથી વેગળા હતા નીચેના પ્રસંગોથી વાંચકો જોશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com