________________
૧૩૩ આપે ? અને તે ફેસલા પછી જે કે સામાપક્ષે વડોદરા વરીષ્ટ કોર્ટમાં અપીલ ન કરી હતે તે પણ તે ફેસલામાં આપણને લાભ ક્યાં હતો ? તે તપાસવાની કે જાણવાની અભીપ્રાય લખનારે દરકાર કરી હોય તે માટે પણ અમને તે શક છે. (અમે આ કહેવાતો આપણા લાભને ફેસલે ને તેમાં રહેલી બંને પક્ષની ભવિષ્યની તકરારોની ચીંતાઓ માટે હવે પછી વિસ્તારથી લખીશું. અને અમારી ખાત્રી છે કે પ્રથમ જે અભીપ્રાય બહાર મુક્યા છે, તેઓ કેસનું આખુ વસ્તુસ્વરૂપ સમજવા પછી પિતાના અભિપ્રાયો બહાર મુકશે તેમાં કઈક જુદું જ આપણે જોઈશું.)
અભિપ્રાય આપવાની સૈ કોઇને સત્તા છે પરંતુ તે ઉપરથી નિર્ણય કરવો તે ઉતાવળ છે. એટલું જ નહિ પણ બીજા તેવા જ મહાન પુરૂષોને અન્યાય આપવા જેવું છે. કેમકે જેમ ઉપર જોયું તે પ્રમાણે કેટલાક વિરૂદ્ધ અભિપ્રાય અપાયા છે તેમ લવાદને ટેકો આપનારા અભિપાયો પણ અપાયેલાં છે. મુંબઈથી પાટણના વસ્તા ચોકસ નામેએ આવા પત્રો મેટી સંખ્યામાં ફેલાવ્યા હતા જયારે વિરૂદ્ધના અભિપ્રાય ગણ્યા ગાંઠયા બતાવી મત બાંધો તે ઉતાવળું સાહસ છે. એટલું જ નહિ પણ આ ઠરાવના પક્ષમાં પણ તેમને અભિપ્રાયે સારા મળેલા હોવા જોઈએ કે જે તેમણે છુપાવી લેકોને અંધારામાં રાખ્યા હોય તેમ શક લાવવાનું કારણ એ છે કે ભાવનગરથી શેઠ કુંવરજી આણંદજીએ સાદરે વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ ઉપર એક પત્ર લખેલે છે. તેમાં જણાવ્યું છે કે –
ચારૂપને ફેંસલો વાંચો મારા તરફથી અભિપ્રાય માટે સામા પક્ષ તરફથી પત્ર આવ્યો હતો. મને તો કંઈ ગેરવ્યાજબી લાગતું નથી, એમ સ્પષ્ટ લખી દીધું છે. અંદર અંદરના દ્વેષથી કલેશ વધારે છે જમાનાની વિરૂધ છે. ફાગણ વદી ૭
દ૦ કુંવરજી આણંદજી. આ પત્ર ખુલ્લુ બતાવે છે કે તેમણે મુંબઈથી પત્ર લખનારને જવાબ લખેલ છે છતાં અક્સસ કે તેણે અને તેના પિતાના વિચારને નહિ બંધ બેસતા પત્રોએ ઇર્ષાને અંગે છુપાવવાની કોશિષ કરી છે તે પછી તેવા અધુરા બહાર આવેલા અભિપ્રાય ઉપરથી વિચાર કેમ આપી શકાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com