________________
૧૩૧
છીએ, જેથી આપને તે મુશ્કેલીમાં ઉતરવાની કોઈ પણ જરૂર નથી. છતાં, આપ કાંઈ વધારે અજવાળું પાડશે તે સમાજ તેના ઉપર વધારે ધ્યાન આપશે કે આ શેત્રજ કોણે ખેલે છે. રા. કોટાવાળાને લખી આપેલ લવાદનામું કેટલું સહરાગત ભરેલું છે, તેમજ પાટણના સંઘે અત્યાર સુધીમાં શું શું પગલા લીધા છે અને ચારૂપમાં દલછાચંદ લાચંદની સાથે થયેલ તકરાર ખાનગી વૈરભાવને લીધે છે કે યાંત્રીક તરીકે ? સ્માર્તને મુતઓ સેવાઈ ગઈ છે, તે કાયદેસર છે કે નહિ, તેમજ હવે તેને માટે શું પગલાઓ લેવા ઈષ્ટ છે તેમજ લવાદે આપેલા ઠરાવ પછી કયા કયા બનાવો હજુ બન્યા કરે છે, વિગેરે સ્પષ્ટતાથી સમજાવવા અમારાથી બનતું કરીશું.
પરિશિષ્ટ ૩૯ (બ) નગરશેઠ પ્રશ્નમાળા-ખુલાસા
જેન. તા.૧૭ મી મે સને. ૧૯૧૭
ચારૂપ તિર્થના વિચ્છેદ માટે થયેલી હીલચાલ.
પાટણના પટેલોમાં ચારૂપના નામે ખેલાએલી સેવંજ, હિંદના સંધના સત્તાયુક્ત કાયદાસર બોર્ડની જોવાની ખાસ અગત્ય.
ચારૂપ તિર્થ અને તેના કેસનો પરિચય
ચારૂપ તિર્થના વિચ્છેદના નામે ફેલાએલા ખબરો ગપ ગોળાની સેતરંજ છે તેમ અમારા તપાસને પરીણામે જણાવાથી યાત્રીકો આ બીન ભરૂંસાપાત્ર ખબરથી ગભરાઈ જઈ યાત્રાને પવિત્ર લાભ ન ગુમાવી દે માટે અમે ગયા અંકમાં તેના માટે કેટલાક ખબર પુરા પાડયા હતા એટલું જ નહિ પણ તે સાથે ચારૂના કેસનો બની શકે તેટલો અહેવાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com