________________
કમાં આપી ચુક્યા છીએ. આ બાબતમાં ખાસ દિલગીરી સાથે અમારે કહેવું પડે છે કે લવાદ તરીકે નીમાયેલા શેઠશ્રીએ જે બુદ્ધિથી કામ લેવું જાઈએ તે બુદ્ધિથી લીધું નથી કે બુદ્ધિને વધારે પરિશ્રમ આપવા રોગ્ય વિચાર્યું નથી. એ બિના શું શેકત્પાદક નથી?
મજકુર શેઠ શ્રી પિતાના ફેંસલામાં લખે કે–“સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મના દેવ શ્રી પાર્શ્વનાથજી વિરાજે છે. મેં દવાની પાસે શ્રી મહાદેવજી ગણપતિ વિગેરે દવાની પ્રતિમાઓ પણ વિરાજમાન છે.”
એક સાધારણ અકકલવાળા માણસને પણ એ વિચાર આવી શકે તેમ છે કે-પહેલાં તે તે મૂર્તિઓ એક જૈન દેવાલયમાં કેવી રીતે અને ક્યાંથી ઘુસી ગઈ? તેજ બાબતના નિર્ણય માટે શેઠશ્રીએ જરાએ પરિશ્રમ લીઘેલ નથી અમારા અનુમાન પ્રમાણે અમે અમારા પાછળના અંકોમાં જણાવી ગયા તે પ્રમાણે અને હજુ પણ જણાવવાને બિલકુલ આંચકો ખાઈ શક્તા નથી કે અન્ય દેવની પ્રતિમાને એ કોઈ સનાતની ખટપટી પુરૂષે કે મંદિરના પૂજારીએ આપણા મંદિરમાં ઘુસાડી દીધેલી હોવી જોઈએ. નહીં તે એક જૈન મંદિરમાં તે આવે ક્યાંથી? એ અમે સમજી શકતા નથી. નાના ગામમાં ઘણા ભાગે એ એક રિવાજ હોય છે કે એકજ પુજારી આપણા મંદિરમાં પૂજનનું કામ કરતું હોય તે જ અન્ય ધર્મીઓના મંદિરોમાં પણ તેવું જ કામ કરતા હોય છે. તે મનુષ્ય પિતાના ધર્મની ઘેલછાને લીધે કે બીજાઓની શીખવણીને લીધે તેવું કાર્ય કરી શકે, એ શું ન બનવા જોગ છે ? આ ઉપરથી અમે સમસ્ત જૈન સમાજને સવિનય સુચન કરી એ છીએ કે પૂજારીઓ ઉપર ખાસ કરી દેખરેખ રાખવી કે જેથી તેઓ અન્ય દેવેની પ્રતિમાઓને આપણું મંદિરમાં ઘુસેડી ન દે!
ઉપરની બિના ધ્યાનમાં લઈને સાધારણ બુદ્ધિથી વિચાર કરી જોતાં અમારા વિચારને કે અનુમાનને ન્યાય પુર:સર વ્યાજબી ટેકો મળે છે અને અનુમાન બંધ બેસ્યું છે.
વળી પિતાના ફેસલામાં શેઠશ્રી પિતાને કેવા વિચિત્ર સંજોગોમાં કે અજાણપણામાં મૂકી દે છે, જે તેમના શબ્દો જોતાં ખરેખર હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com