________________
૧૦૨
શામળાપાર્વનાથજીની પ્રતીમાને ત્યાંથી પાટણમાં પધરાવવા બાબત હીલચાલ કરવામાં આવી છે. તે હીલચાલને માટે અમે ગત અંકમાં કાંઈક ઇસાર કરી ગયા છીયે, આ ટુંક પરીચય આપ્યા પછી ચારૂપ તીર્થમાં જતા સમાજના કોઈપણ વ્યકતીને કેટલીક મુસીબતે હવે ઉભી થવા પામે છે, તેને એક દાખલો હાલમાં ગયા માસમાં બનવા પામ્યો છે જે ખેદજનક છે. આપણા પાટણના કેવાતા શેઠ દલછાચંદ દલતચદ પિતે ચારૂપ દર્શન કરવા ગયા હતા તો ત્યાંના વસ્તા સનાતની તરફથી તેઓના ઉપર હાથચાલાકી કરવા ઉપર આવી ગયા હતા. પણ પોલીસ વચ્ચે પડી હતી અને તેઓને ત્યાંથી પાછા ફરવું પડયું હતું. અમારી જાણ પ્રમાણે આ શેઠ, એક મેભાદાર તેમજ કાર્યવાહક છે. છતાં તેમને મુશીબતમાંથી પસાર થવું પડયું છે. એટલું જ નહીં પણ કહેવાય છે કે એક જન ગૃહસ્થતા નાક કાન કાપવામાં આવ્યા છે, અને તેને કેસ કોર્ટની દેવડીએ ચડે છે, શું આ થોડું દુઃખદાયક પરિણામ છે. આવું થવાનું મુખ્ય કારણ ગોતવા જવાની કાંઈપણ જરૂર નથી કારણ કે સૌ કોઈ સમજી શકે છે કે સનાતનીને લવાદ તર: ફથી જે મોટી રકમ તેમજ આપણી માલીકીની જગ્યાને મોટે ભાગ કાઢી આપી તેઓને નવાજેશ કરવામાં આવ્યું છે તે જ બતાવી આપે છે કે તેઓને મોટું ઉતેજન મળ્યું છે અને તેઓ એમ પણ માનતા હોવા જોઈએ કે આપણે ફાવ્યા છીએ, ગમે તેમ હો પણ મજકુર શેઠે જે લવાદ થી નીકાલ લાવવા પ્રયત્ન કર્યો છે, તે એક પક્ષિય કર્યો છે તે નિ સદણ વાત છે, એમ તે મારે પણ કહેવું જ પડશે.
ચારૂપતીર્થ એક પ્રાચીન આપણી માલીકીનું તીર્થ છે અને હજારો જાત્રાળુ ત્યાં દર્શનાર્થે જતાં હાલમાં ત્યાં રેલવેની સગવડ થઈ છે, જેથી હજાર સંખ્યાબંધ જાત્રાળુ ત્યાંને લાભ લેતા થયા હતા, પણ થોડા સભયથી જ્યારથી આ કેસનો ચુકાદ લવાદે તેઓના લાભમાં કરી આપ્યો છે અને જમીન તેમજ રોકડ રકમ આપી છે, ત્યારથી સનાતનીઓ દેરાસરે રાતના બાર વાગે ઉઘડાવે છે, યાત્રીકોને ઉતરવા દેતા નથી તેમજ ત્યાં એકપણ જૈનની વસ્તી નહિ હોવાથી કોઈ મોદીએ યાત્રીકોને સીધું પણ નહીં આપવા ત્યાંના રહીશ સનાતનીઓ તરફથી બંદોબસ્ત કરવામાં આવ્યો છે, આવી મુસીબત ઉભી કરી આપણા કહેવાતા તીર્થના -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com