________________
૧૧૩
સંપાયું તે વખતે કોર્ટમાં અપીલ સનાતનીઓની ચાલુ હતી, અને તેઓ તે પાછી ખેંચી ન લે તો એવોર્ડ તેમાં પુરાવામાં આવી જેને હાની કર્તા થઈ પડે તે સંભવ હતો. સ્માર્લોને પૂર્વપક્ષ શું હતો ? કોર્ટ તેને કેટલા પ્રમાણમાં વિજય આપ્યું હતું અને તેથી સમાધાન સમયે કેવા સંજોગો હતા, એ “જૈન શાસનના અધિપતિએ જે જોયું હેત તો શ્રીમાન લવાદ ઉપર અણઘટતા આક્ષેપ તેઓ કદી પણ કરત નહિ. વળી એડના જે વિવેચન માટે વાંધો બતાવવામાં આવે છે તે ધાર્મિક ગણી શકાય તેમ છે જ નહિ. કારણ કે અમુક ધર્મ આમ કહે છે એમ તેમાં લખેલું નથી પણ કેટલાક મનુષ્ય આમ કહે છે એમ તેમાં જણવેલું છે અને તેમ છતાંયે કોટાવાળાએ એમ સ્પષ્ટ લખેલું છે કે જે “ જન ધર્મ મુજબ કોઈપણ જીવ ઉત્પન્ન કરનારી વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તેમજ જેન વિધીની ક્રિયા વિરૂદ્ધ દેવનું સ્થાપન, પુજન કે ક્રિયા થાય તો શ્રી તિર્થંકર પ્રભુની આશાતના થઈ ગણાય છે.” રૂઢીઓમાંજ મિશ્રણ થયેલું છે પણ ધર્મ તેથી જુદે જ છે એમ તેઓ સ્પષ્ટ કહે છે અને તેથી બે જુદા જુદા ધર્મોના દેવોને અલગ કરી હદ મર્યાદા નક્કી કરી પિતપતાના દેવાલયમાં સ્વધર્માનુસાર ક્રિયાઓ કરવા જણાવે છે.
મહેસાણાની કોર્ટને ફેસલે કે જેનો જેને “છત” માને છે તે ફેસલો ફક્ત મૂર્તિઓનું ઉત્થાપન પ્રમાણીક આશયથી આરોપીઓએ કરેલું અને એ દેને પુનઃ અસલની જગાએ બેસાડવાની ઈચ્છા પૂર્વક કરેલું માટે આરોપીઓને શિક્ષા મુક્ત કરે છે અને એથી સનાતનીઓએ અપીલ ન કરી હોત તો પણ મૂર્તિઓ અસલ જગાએ બેસાડવી પડત તથા હવન કેસના સ્માર્તાના લાભમાં થયેલા છેલ્લા ચુકાદા પ્રમાણે એક જ મંદિરમાં હવન તથા મહાદેવની પુજા વગેરેથી જન દેવની અશાતના ચાલુ રહેતા અને સનાતનીઓએ કરેલી અપીલનો પણ માથા ઉપર ભય તે ખરાજ. એવા સંજોગોમાં જૈનેની ઈચ્છા શું હતી કે એકજ મંદીરમાં હવન વગેરે ભલે થાય અને એ મૂર્તિઓ ભલે એકજ મંદીરમાં બેસે ! શેઠ કોટાવાળાએ એકજ મંદિરમાં હવન ન કરતાં અલગ મંદિરમાં પ્રતિષ્ઠા કરી ત્યાં તે ક્રિયાઓ કરવા સુચવ્યું એ શું જેને ઓછું લાભપ્રદ છે? જો શું એમ કહેવા માગે છે કે ચુકાદે તદ્દન સનાતનીઓના ગેરલાભમાં અને જૈનેનાજ સંપુર્ણ હિતને થવો જોઈતું હતું ? જે એમ હતું તે પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com