________________
૧૧૫
થોડીજ છે ? પાટણમાં ચેરીના ગુન્હા ઘણાં બને છે એમ કઈ કહે તે તે કંઈ રાજદ્રોહી નથી. તેવીજ રીતે કેટલાક હીંદુઓ આમ વર્તન કરે છે એમ કહેવાથી હીંદુ ધર્મને કાંઈ લાંછન નથી. સત્ય બીના લખવી એ કંઈ ટીકા ગણાતી નથી પણ અઘટીત ઉશ્કેરણીઓને લીધે પાટણના સંઘની સ્થિતિ પણ ડામાડોળ થતી જાય છે. કારણ કે મુંબઈના પાટણવાળાઓના સંઘે ચારૂપના એવોર્ડમાં વાંધાભર્યા શબ્દો છે કે નહિ તેનો છેવટનો નિર્ણય લાવવાને માટે સાત ગૃહોની એક કમીટી નીમી હતી અને તે કમીટીએ સંઘે આપેલી સતાનુસાર કોઈ વિદ્વાન બેરિસ્ટર કે જે જૈન હોય તેની સલાહ લેવાનું વ્યાજબી ઘારી જૈન બારીસ્ટર માસ્ટર મકનજી જુઠાભાઈની સલાહ લીધી અને તેમણે (મી મકનજીભાઈએ ) અભિપ્રાય આપ્યો કે એવોર્ડનું વિવેચન ધર્મને બંધનકર્તા નથી, હવે જ્યારે વિવેચન ધર્મને બંધન કર્તા નથી તે તિર્થોના તથા ધર્મના ગૌરવને હાનીકર્તા હાઇજ શી રીતે શકે ? પણ પ્રથમના સંધને ઉશ્કેરનાર ઓગણીસ સહીઓવાળા હેન્ડબીલમાં એવા શબ્દો લખેલા હોવાથી કેટલાકએ બંધારણ વિરૂદ્ધ સંધ બોલાવી પિતપિતાના શબ્દોનો ખોટો બચાવ કરવાને વાસ્તેજ મી. મકનજીભાઈના
અભિપ્રાયની દરકાર ન કરતાં સંધના નામે સંઘેજ નીમેલી કમીટીનો કેવો સત્કાર કર્યો છે ? વળી ઠરાવ પણ માનનીય અને બંધનકર્તા નથી એવો ગોળમોળ અર્થ વગરનો કરીને જૈન સમાજમાં નકામો કોલાહલ કરી મુક્યા છે શેઠને એવોર્ડ જે એમને પસંદ નથી કે માનનીય અને બંધનકર્તા નથી તો પછી એવા ઠરાવોથી હવે લાભ શું છે ? એવોર્ડને તો અમલ પણ થઈ ચુકયો. મહાદેવના મંદીરનું મે. સર સુબાના હાથે ખાતમુહુત પણ થઈ ચુક્યું છતાં હવે રજીસ્ટર કરવા દેવો કે ? કરવા દેવો એ સવાલનું શું મહત્વ છે. હવે તે જે તે ચુકાદો પસંદ ન હોય તે શા માટે તે કબુલજ ન કરવાનાં પગલાં લેવામાં નથી આવતાં ? ખરી રીતે જોતાં તે બધું ખોટી ઉશ્કેરણીનું જ પરિણામ છે. સંઘે નીમેલી કમીટીમાં ચાર મેમ્બર રા. મણિલાલ કેસરીચંદ, રા. ભોગીલાલ હાલાભાઈ રા. ચુનીલાલ ખુબચંદ તથા . જેસીંગભાઈ બાપુભાઈ છેલ્લી બંધારણ વિરૂધની મીટીંગમાં પણ હાજર હતા. છતાં તેમણે તે મીટીંગના કામકાજમાં કંઈ પણ પ્રોટેસ્ટ ઉઠાવ્ય નથી એ તેમની સંધ અને સાથે નીમેલી કમીટી તરફની ફરજે કેવી બજાવી તેને અચછે ખ્યાલ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com