________________
૧૦૫
કોઈપણ જાતની વિરૂધ્ધતા કરવી એ અમને તે અગ્ય અને અન્ય પ્રમાણિક લાગે છે. એવું કાંઈ નથી કે જે જૈન ધર્મથી કે જૈન શાસ્ત્રથી વિરૂધ્ધ હેય. અમે તે જે નિષ્પક્ષપાત અને ન્યાય શેઠ સાહેબે વાપર્યો છે તેને માટે તેમને ધન્યવાદ આપીએ છીએ.
સમાધાનીથી સાંસારિક ઝઘડા પતાવવા એ જેટલું ઈષ્ટ છે તેના કરતાં ધાર્મિક ઝઘડા આપસમાં સુલેહ સંપથી યાતે આગેવાનોના લવાદમાં પતાવી સમાવવા અને તેથી પરસ્પરસ એખલાસ વધારે એ અસંખ્યાગણે ઇષ્ટ અને લાભકારક છે. જે તેમ ન થાય તે ધર્મનું એક પ્રાધાન્ય સૂત્ર “મૈત્રી ભાવના' પર છરી મૂકાઈ પ્રભુની આજ્ઞાના ભંગને આ૫ આપણે શિરે આવે છે. કોઈપણ ધર્મ એમ કહેતા નથી કે કવેશ કર. સર્વ ધર્મ કહે છે કે કલેશમાં અવનતિ છે-કલેશ પપસ્થાનક છે તે કૃતજ્ઞ થઈ સર્વ શાંતિપદ યોજનામાં દરેક જૈન બંધુ જોડાશે અને વીર પ્રભુએ પ્રરૂપેલ મિત્રીભાવના–સાર્વત્રિક બંધુભાવ સર્વદા પ્રસારશે જેને દેવદેવીઓને માને છે કે નહિ તથા માનવા માટે શાસ્ત્રનું પ્રમાણ છે કે નહિ તે માટે દાખલા દલીલવાળો લેખ જરૂર પડશે તે મુકવા અમે તૈયાર છીએ.
પરિશિષ્ટ ૩૬ જૈન તા. ૬ ઠી મે સને ૧૯૧૭ ચારૂપ તીર્થના વિચ્છેદ માટે થએલી હીલચાલ.
પાટણના પટેલોમાં ચારૂપના નામે ખેલાએલી સેવંજ,
હિંદના સંધના સત્તાયુક્ત કાયદાસર બોર્ડની જેવાતી
ખાસ અગત્ય,
ચારૂપ તીર્થ અને તેના કેસનો પરિચય.
પાટણ (ગુજરાત) પાસે આવેલા ચારૂપ તિર્થના અંગે પાટણની જૈન અને સ્માર્ત ધર્મની પ્રજા વચ્ચે જે વૈમનસ્ય પેદા થયું હતું, તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com