________________
આપ્યો છે કે લવાદનામા ઊપર પુરતી સહીઓ છે પણ એ દેખીતું છે કે તેમની કરેલ ભૂલ નીચેના બે કારણોની બનેલી છે. પહેલા તે સહી કરનારાઓ તેહમતદાર નથી કે જેઓ લવાદનામામાં સહી કરવાને કાયદાથી બંધાયેલ હોય અને બીજુ તે સહી કરનારાઓએ પોતે કોઈપણ વ્યક્તિના તરફથી સહીઓ કરી નથી સહીઓ કરનારાએને સંઘ તરફથી કોઈપણ જાતની સત્તા આપવામાં આવી નથી એટલું જ નહિ પણ ચાલતા લવાદમાં સંધનો જરા પણ હાથ નથી એમ હાલમાં થયેલ ઉશ્કેરણી બતલાવી આપે છે. આ ઉપરથી મને જણાય છે કે આ ઠરાવ સંઘને બંધન કરતા નથી જે સંઘને લવાદનામામાં એક પક્ષકાર ગણેલ નથી.
(૨) વળી એતો ચેખું દેખીતું છે કે કોઈપણ કાયદાની કોરટમાં સંઘે પિતાને ન્યાય તથા વ્યાજબીપણું મેળવવાને તુરતજ પગલાં ભર્યા નથી તેથી પોતાની આળસાઈ તથા બેદરકારીપણા માટે સંઘ ગુન્હેગાર છે.
(૩) ઠરાવના ગુણ દેષ જોતાં કોઈપણ મનુષ્યના મન ઉપર જે અસર થવા સંભવ છે તે એ છે કે ઠરાવ ફરિયાદ કરનારના જ લાભમાં છે અને તે બાબત વિદ્વાન લવાદના હાથે થયેલ તદન પક્ષપાત બતાવે છે જ્યારે એક ફેજિદારી જવાબદારીને એકવાર એક લાયક કેર્ટથી નિર્ણય કરવામાં આવ્યો હોય ત્યારે તેને આધાર તેના ગુણ દેવ ઉપર રાખવામાં આવે છે. પણ વિદ્વાન લવાદીએ તે બાબત તદ્દન વિસારી મુકી છે.
(૪) વળી એક વધારે જણાવા લાયક ઠરાવ એ છે કે તેમાં ફરિયાદીઓની સહી નથી “સનાતન ધર્મવાળાઓએ આપેલા પંચાયતનામામાં ઠરાવને અમલ મહારે કરાવી આપો એમ સુચીત કર્યું છે” એ શબ્દ કે જે લવાદના પિતાનાજ છે તે શબ્દ કોઈપણને મજબુત રીતે માનવાને દેરે છે કે લવાદ ફરિયાદ કરનારાઓને તદ્દન મળી ગયા હોય તેમ લાગે છે અને જેથી જૈન સંઘને વિદ્વાન લવાદની ગેરવર્તણુકના કારણે આપેલ ઠરાવ રદ કરવાને કાયદાની કોર્ટે જવાને કારણ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com